Steve Smith Injury: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા માટે સમસ્યા ઓછી નથી થઇ રહી, સ્ટીવ સ્મિથ ઘાયલ
Steve Smith Injury બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી સારી રહી નથી. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં હાર બાદ હવે એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ પહેલા ટીમના સ્ટા ર બેટ્સમેન સ્ટીવ સ્મિથની ઈજાના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે આ બીજો મોટો ઝટકો છે, કારણ કે આ પહેલા જોશ હેઝલવુડ ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.
Steve Smith Injury: સ્મિથની ઈજાએ ઓસ્ટ્રેલિયાને વધુ મુશ્કેલીમાં મૂકી દીધું છે. પત્રકાર વિમલ કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા માહિતી આપી હતી કે નેટ્સમાં બેટિંગ કરતી વખતે સ્મિથને આંગળીમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેણે બેટિંગ બંધ કરી દીધી હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈજા કેટલી ગંભીર છે અને સ્મિથ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં.
પર્થ ટેસ્ટમાં સ્મિથ ફ્લોપ થયો
પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથ ફ્લોપ સાબિત થયો હતો. તેણે બંને દાવમાં માત્ર 00 અને 17 રન બનાવ્યા, જેના કારણે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.
2024માં સ્મિથનું પ્રદર્શન
સ્ટીવ સ્મિથ માટે અત્યાર સુધી 2024 ખાસ રહ્યું નથી. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે માત્ર 25ની એવરેજથી 230 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન છે અને અત્યાર સુધી તેણે પોતાના બેટથી સદી ફટકારી નથી. આવી સ્થિતિમાં જો સ્મિથ એડિલેડ ટેસ્ટમાં રમે છે તો તેના પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.