બર્મિંઘમ ઇંગ્લેન્ડ સામે અહીં રમાઇ રહેલી એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટના ચોથા દિવસે રવિવારે ઓસ્ટ્રેલિયન ટીમના માજી કેપ્ટન સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી, આ સાથે જ તે એશિઝ સિરીઝની એક ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનારો 8મો ક્રિકેટર બન્યો હતો આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 25મી સદી પુરી કરીને આ મામલે ઓછી ઇનિંગ લઇને દિગ્ગજ સચિન તેંદુલકર અને વિરાટ કોહલીને પાછળ મુક્યા હતા.
સ્મિથે 25 સદી પુરી કરવા માટે 119 ઇનિંગ લીધી છે અને સૌથી ઓછી ઇનિંગમાં 25 સદી પુરી કરવા મામલે તે ડોન બ્રેડમેન પછી બીજા ક્રમે આવી ગયો છે. બ્રેડમેને 68 ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો હતો. ત્રીજા ક્રમે વિરાટ કોહલી છે જેણે 127 ઇનિંગ જ્યારે સચિને 130 ઇનિંગમાં 25 સદી પુરી કરી છે. આ સિવાય એશિઝમાં સર્વાધિક સદી ફટકારવા મામલે સ્મિથ સ્ટીવ વો સાથે સંયુક્ત ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.
એશિઝ ટેસ્ટની બે ઇનિંગમાં સદી ફટકારનાર ખેલાડીઓ
ખેલાડી દેશ વર્ષ
વોરેન બાર્ડસ્લે ઓસ્ટ્રેલિયા 1909
હર્બર્ટ સ્ટલિફ ઇંગ્લેન્ડ 1925
ડેનિસ ક્રોમ્પટન ઇંગ્લેન્ડ 1947
આર્થર મોરિસ ઓસ્ટ્રેલિયા 1947
સ્ટીવ વો ઓસ્ટ્રેલિયા 1997
મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયા 2002
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 2019
ઓછી ઇનિંગમાં 25 સદી પુરી કરનારા ખેલાડીઓ
ખેલાડી દેશ ઇનિંગ
ડોન બ્રેડમેન ઓસ્ટ્રેલિયા 68
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 119
વિરાટ કોહલી ભારત 127
સચિન તેંદુલકર ભારત 130
સુનિલ ગાવસ્કર ભારત 138