નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) એટલે કે આઈપીએલની 13 મી સીઝન 29 માર્ચથી મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ પર રમીને ટાઇટલ બચાવવા માટેના પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઈપીએલમાં દુનિયાભરના નામાંકિત ક્રિકેટરો ભાગ લે છે.
આઈપીએલ ભારતમાં તહેવારની જેમ આવે છે, જેમાં બધા ક્રિકેટપ્રેમીઓ આનંદ ઉઠાવે છે. આઈપીએલ દરમિયાન ક્રિકેટરો પણ તેમના લુક અને હેરસ્ટાઇલ પર વિવિધ પ્રયોગ કરે છે. આ સાથે જ ચાહકો પણ મોટાભાગે ક્રિકેટરોની હેરસ્ટાઇલ અને તેના લુકની કોપી પણ કરતા હોય છે. ત્યારે આ વખતે આઈપીએલમાં તમારા ફેવરિટ ક્રિકેટરોનો લૂક કેવો રહેશે તે જાણવા નીચેની તસવીરો જુઓ…
આવો, આપણે દિલ્હીના લોકપ્રિય હેરસ્ટાઇલિસ્ટ રાશિદ સલમાની પાસેથી જાણીએ કે તે આઈપીએલની આ સીઝનમાં ક્રિકેટરો સાથે કંઇક નવું કરવાનો પ્રયત્ન કરવા જઇ રહ્યું છે.
હેર સ્ટાઇલિસ્ટ રાશિદ સલમાનીએ કહ્યું કે, તે તેની પાસે આવતા દરેક ક્રિકેટર માટે નવો લુક અને સ્ટાઇલ તૈયાર કરી રહ્યો છે. આઈપીએલને સમગ્ર વિશ્વમાં ફોલો કરવામાં આવે છે, આવી સ્થિતિમાં દરેક ક્રિકેટર અલગ દેખાવા માંગે છે. તો આઈપીએલ 2020 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાશિદે કહ્યું કે, હેરસ્ટાઇલમાં આગામી ટ્રેન્ડ કલર છે અને તે સાથે જ તે ક્રિકેટરોને નવો લુક આપશે.