ગૂગલના ભારતીય મુળના સીઇઓ સુંદર પીચાઇઍ ઍવી આગાહી કરી છે કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ2019ની ફાઇનલ ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે અને તેઅો ઇચ્છે છે કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ આ મેચમાં સારું પ્રદર્શન કરીને વિશ્વ વિજેતા બને. પોતાને ઝનૂની ક્રિકેટ ચાહક ગણાવતા ૪૬ વર્ષિય પીચાઇઍ કહ્યુંં હતું કે જ્યારે તેઅો અમેરિકા આવ્યા હતા ત્યારે ક્રિકેટ કરતાં તેમને બેઝ બોલ પડકારજનક ગેમ લાગી હતી.
યુઍસઆઇબીસીના અધ્યક્ષા નિશા દેસાઇ બિસ્વાલઍ તેમને પુછેલા સવાલના જવાબમાં તેમણે આ વાત કરી હતી. તેમણે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમને પણ સારી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે હું પહેલીવાર અમેરિકા આવ્યો ત્યારે મેં બેઝબોલમાં હાથ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો. મારી પહેલી મેચમાં મેં બોલને પાછળની તરફ હીટ કર્યો હતો, ક્રિકેટમાં ઍ સારો શોટ ગણાયો હોત. હું ક્રિકેટની જેમ જ બેટ હાથમાં લઇને દોડ્યો હતો, તેથી મને લાગે છે કે બેઝબોલ થોડી પડકારજનક ગેમ છે. હું ઘણી બાબતો સાથે સમન્વય સાધી શકું છું પણ ક્રિકેટ પ્રત્યે મારો પ્રેમ જળવાઇ રહેશે.