નવી દિલ્હી : ભૂતપૂર્વ સ્પિનર સુનિલ જોશીની રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પૂર્વ ઝડપી બોલર હરવિંદર સિંહને પણ આ પાંચ સભ્યોની સમિતિમાં સામેલ કરવામાં આવ્યો છે. સીએસીમાં પૂર્વ ભારતીય ક્રિકેટરો મદન લાલ, આરપી સિંહ અને સુલક્ષણ નાયકનો સમાવેશ થાય છે, જેમણે બંને પસંદગીકારોની પસંદગી કરી હતી. જેમાં દક્ષિણ ઝોનના પ્રતિનિધિ તરીકે જોશીએ એમએસકે પ્રસાદની જગ્યા લીધી હતી.
મદનલાલએ કહ્યું કે, અમે આ નોકરી માટે શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરી છે. તેમણે કહ્યું, “મેં સુનીલ જોશીને પસંદ કર્યા કારણ કે તેમના મંતવ્યો સ્પષ્ટ હતા.” જોશી વિશે તેમણે કહ્યું, “અમને તેમનું સ્પષ્ટ વલણ ગમ્યું. તે પણ અનુભવી છે (બાંગ્લાદેશ ટીમના સપોર્ટ સ્ટાફમાં રહ્યા છે). ‘
સુનિલ જોશીએ ભારતીય ટીમ માટે 1996 થી 2001 સુધીમાં 15 ટેસ્ટમાં 35.85ની સરેરાશથી 41, જ્યારે 69 વનડેમાં 36.36 ની સરેરાશથી 69 વિકેટ લીધી છે. કર્ણાટકના આ દિગ્ગજ ખેલાડીએ 160 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 25.12 ની સરેરાશથી 615 વિકેટ ઝડપી છે.
સુનીલ જોશીએ માત્ર 6 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેની 10 ઓવરની બોલિંગમાં 6 મેડન હતા. જોશીનું બોલિંગ વિશ્લેષણ 10-6-6-5 હતું. વનડે આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં પાંચ વિકેટ લેવાનો આ સંયુક્ત રીતે બીજો સૌથી મોટો રેકોર્ડ છે. 2016 માં, ઝિમ્બાબ્વેના લ્યુક જોંગવીએ શારજાહમાં અફઘાનિસ્તાન સામે સમાન સંખ્યામાં (6 રન) આપીને 5 વિકેટ લીધી હતી.