ભારતીય ટીમ સામે ૩ ઓગસ્ટથી અમેરિકાના ફલોરિડામાં શરૂ થઇ રહેલી 3 મેચની ટી-20 ક્રિકેટ સિરીઝની પહેલી 2 મેચ માટે વેસ્ટઇન્ડિઝની 14 સભ્યોની ટીમમાં અનુભવી સ્પિનર સુનિલ નરીન અને ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઍન્થની બ્રાંબલ ઍકમાત્ર નવો ચહેરો છે.
કેપ્ટન કાર્લોસ બ્રેથવેટની આગેવાની હેઠળની આ ટીમમાં ઓલરાઉન્ડર આન્દ્રે રસેલનો ઍ શરતે સમાવેશ કરાયો છે કે તેણે પોતાની ફિટનેસ પુરવાર કરવી પડશે. તે ડાબા ઘુંટણની ઇજાને કારણે વર્લ્ડકપમાંથી આઉટ થયો હતો. પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ રોબર્ટ હેન્સે કહ્યું હતું કે અનુભવી ઓપનર ક્રિસ ગેલ કેનેડામાં જીટી-20 રમી રહ્યો હોવાથી આ સિરીઝમાં ભાગ નહીં લે, તેના સ્થાને જોન કેમ્પબેલની પસંદગી કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આ ટીમમાં અનુભવ અને યુવાનોનું સુંદર સમતોલન થયું છે. અમે માત્ર ભારત સામેની ટી-૨૦ સિરીઝને ધ્યાને લઇને નહીં પણ આવતા વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને અમારી પાસેની શક્યતાઓને ચકાસવા માગીઍ છીઍ, કે જેનાથી અમે ઍક યોગ્ય સંયોજન સાથે તેમાં ઉતરીને અમારું ચેમ્પિયન તરીકેનું ટાઇટલ બચાવી શકીઍ. સુુનિલ નરીને અંતિમ ટી-20 ઇંગ્લેન્ડ વિરુદ્ધ બે વર્ષ પહેલા રમી હતી, જ્યારે પોલાર્ડે ગત વર્ષે નવેમ્બરમાં અંતિમ ટી-20 રમી હતી.
પહેલી બે ટી-20 માટેની વેસ્ટઇન્ડિઝની ટીમ : કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), સુનિલ નરીન, કીમો પોલ, ખારી પિયરે, કીરોન પોલાર્ડ, નિકોલસ પુરન, રોવમેન પોવેલ, આન્દ્રે રસેલ, આશાને થોમસ, ઍન્થની બ્રાંબલ, જોન કેમ્પબેલ, શેલ્ડન કોટ્રેલ, શિમરોન હેટમાયર, ઍવિન લુઇસ.