આઇપીએલની 12મી સિઝનની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ જેવા 15 રન પુરા કર્યા તેની સાથે જ તે આઇપીએલના ઇતિહાસમાં 5000 રન કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
તેણે 177મી મેચમાં આ આંકડો પુરો કર્યો હતો. આઇપીએલમાં તેના પછી સર્વાધિક રન કરનારો બીજા ક્રમનો બેટ્સમેન આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી છે, જેના નામે 164 મેચમાં 4954 રન છે.
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-12ના પ્રારંભમાં જીત મેળવી છે. CSKએ શનિવારે રાત્રે રમાયેલી એમએ ચિદમ્બરમ સ્ટેડીયમ ખાતેની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વન સાઈડેડ ગેમમાં સાત વિકેટે પરાજ્ય આપ્યો છે. CSKની આ પ્રથમ જીત છે. RCBએ 17.1 ઓવરમાં 70 રન બનાવ્યા હતા.
આઈપીએલના ઈતિહાસમાં આ બીજી વાર બન્યું કે સ્પીનરોએ આઠ વિકેટ ઝડપી છે. બેંગ્લોરના 70 રનને ચેસ કરવા ઉતરેલી ચેન્નઈની ટીમની શરૂઆત સારી ન હતી. શેન વોટ્સન ઝીરો પર આઉટ થયો હતો. ત્યાર બાદ અંબાતી રાયડુ(28) અને સુરેશ રૈના(19)એ 32 રનની ભાગીદારી કરી હતી,