નવી દિલ્હી : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના નવા વિવાદમાં ફસાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સુરેશ રૈનાએ એ પ્રકારનું નિવેદન આપ્યું છે જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે તેમને નિશાન બનાવ્યો છે. સુરેશ રૈનાએ કહ્યું છે કે બ્રાહ્મણ હોવાથી તેઓ ચેન્નાઈની સંસ્કૃતિને સરળતાથી અપનાવવા સક્ષમ હતા.
ખરેખર, તમિલનાડુ પ્રીમિયર લીગ સીઝન 5 ની શરૂઆતની મેચમાં સુરેશ રૈનાને કોમેન્ટરી ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક કોમેન્ટેટરે સુરેશ રૈનાને દક્ષિણ ભારતની સંસ્કૃતિ અપનાવવા અંગેનો પ્રશ્ન પૂછ્યો. જેના જવાબમાં રૈનાએ કહ્યું કે બ્રાહ્મણ હોવાને કારણે તેને ચેન્નાઈની સંસ્કૃતિ અપનાવવી ખૂબ જ સરળ થઈ.
સુરેશ રૈનાએ કહ્યું કે, મને લાગે છે કે હું પણ બ્રાહ્મણ છું. હું 2004 થી ચેન્નાઈમાં રમું છું. મને દક્ષિણ ભારતની સંસ્કૃતિ ખૂબ ગમે છે. હું અનિરુધ શ્રીકાંત સાથે રમ્યો છું. હું સુબ્રમણ્યમ બદ્રીનાથ, એલ બાલાજી સાથે રમ્યો છું. હું 2008 થી સીએસકેનો ભાગ છું.
https://twitter.com/JamesKL95/status/1417148507970887683?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417148507970887683%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Fcricket%2Fsuresh-raina-said-am-also-a-brahmin-social-media-users-lashes-out-at-him-1943260
આ ટિપ્પણીમાં સુરેશ રૈનાને પોતાને બ્રાહ્મણ કહેવાનું જ ભારે પડી રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સે સુરેશ રૈનાને નિશાન બનાવ્યો છે અને તેમના નિવેદન બદલ તેને માફી માંગવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
એક યુઝરે લખ્યું છે કે “સુરેશ રૈનાને તેમના શબ્દોથી શરમ આવવી જોઈએ. લાગે છે કે તમે આજ સુધી ચેન્નાઈની સંસ્કૃતિને સમજી શક્યા નથી.
@ImRaina you should be ashamed yourself.
It seems that you have never experienced real Chennai culture though you have been playing many years for Chennai team. https://t.co/ZICLRr0ZLh
— Suresh (@suresh010690) July 19, 2021
બીજા એક યુઝરે કહ્યું કે સુરેશ રૈનાએ આવા શબ્દનો ઉપયોગ ન કરવો જોઇએ.
https://twitter.com/uday0035/status/1417223947142238211?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417223947142238211%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Fcricket%2Fsuresh-raina-said-am-also-a-brahmin-social-media-users-lashes-out-at-him-1943260
આપને જણાવી દઈએ કે, સુરેશ રૈનાએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. રૈનાએ ભારત તરફથી 226 વનડે મેચમાં 5615 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ભારત માટે 18 ટેસ્ટ અને 78 ટી 20 મેચ પણ રમી હતી.