નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝન માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આઇપીએલ 2021 ની તૈયારીઓમાં એમએસ ધોનીનો ફોટો ચર્ચાનો વિષય બની રહ્યો છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ધોની બૌદ્ધ સાધુ જેવો દેખાય છે. ધોનીની આ તસવીર દેખાઈ ત્યારથી જ તેમના પ્રશંસકો એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે આ અવતાર તેમણે કેમ લીધો. જો કે, હવે આ રહસ્યથી પડદો ઉઠાવવામાં આવ્યો છે.
ખરેખર, ધોનીએ આઈપીએલ 2021 ના એડ માટે બૌદ્ધ સાધુનો અવતાર લીધો છે. માહી આ વીડિયોમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને લોભી કહી રહ્યો છે. ખરેખર, ધોની આ વીડિયોમાં બાળકોને રોહિતની એક વાર્તા કહેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ધોનીએ કહ્યું છે કે, ‘આ હિટમેન રોહિતની વાર્તા છે. એકવાર સિંહના મોંએ લોહી લાગી ગયું. પાંચ વાર જીત્યા પછી પણ તેનું પેટ ભરાતું નથી. આઇપીએલનો નવો મંત્ર છે, જો લોભ જીતવાની ભૂખ વધારે છે, તો લોભ કૂલ છે.
#VIVOIPL salutes the new Indian spirit that is eager to innovate and rewrite the rulebook.
Will history be created yet again this IPL?
Join us in celebrating #IndiaKaApnaMantra
LIVE from Apr 9@Vivo_India, @StarSportsIndia & @DisneyPlusHS pic.twitter.com/ZzYZaI95zh
— IndianPremierLeague (@IPL) March 14, 2021
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આઇપીએલના એડ માટે ધોનીએ માથું મૂંડાવ્યું છે અને બૌદ્ધ સાધુને અવતાર લીધો છે. સોશિયલ મીડિયા પર ધોનીનો આ વીડિયો જોઈને લોકો જુદી – જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
10 મી એપ્રિલે માહી એક્શનમાં જોવા મળશે
મહત્વનું છે કે, આઈપીએલ 2021 ની પહેલી મેચ 9 એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે