નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા જેવી ટીમને કડક પ્રતિસ્પર્ધાથી હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે ન્યુઝીલેન્ડમાં છે. તેણે પાંચ મેચની ટી 20 સિરીઝ રમવાની છે, જે આ વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સીરીઝની પહેલી મેચ શુક્રવારે ઓકલેન્ડના ઈડન પાર્ક ગ્રાઉન્ડ પર રમાશે. મેચ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે.
કોહલી બદલો લેવાનું વિચારતો નથી
આ ન્યુઝીલેન્ડ છે, જેણે ગત વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ભારતને હરાવી દીધું હતું અને વર્લ્ડ કપ જીતવા માટેનું તેમનું અભિયાન બંધ કર્યું હતું. જો કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ પ્રવાસ પર કિવિ ટીમ પાસેથી બદલો લેવાનું વિચારતા નથી. આ સાથે જ ક્રિકેટ રસિકોમાં એ સવાલ સાંભળવામાં આવી રહ્યો છે કે, કોહલી ફરીથી કેએલ રાહુલ પર દાવ લગાવશે કે કેમ.