T20 World Cup 2026: ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે મેદાને, ટ્રોફી માટે રોમાંચક રેસ શરૂ
2026 T20 વર્લ્ડ કપ માટે ગણતરી શરૂ થઈ ગઈ છે અને સમગ્ર ક્રિકેટ જગતની નજર હવે એ મહાસ્પર્ધા પર કેન્દ્રિત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની યજમાની ભારત અને શ્રીલંકા મળીને કરશે. આ T20 વર્લ્ડ કપની દસમી આવૃત્તિ હશે, જેમાં પહેલી વાર 20 ટીમો ટાઇટલ માટે ટકકર આપશે.
ક્યારે અને ક્યાં રમાશે ટૂર્નામેન્ટ?
ભલે ટૂર્નામેન્ટની સચોટ તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અંદાજે 2026ના ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે મુકાબલાઓ રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આ મહાકાય T20 ઇવેન્ટનું આયોજન કરશે. આ અગાઉ 2016માં ભારતે અને 2012માં શ્રીલંકાએ T20 વર્લ્ડ કપની યજમાની કરી હતી, પણ હવે પ્રથમ વખત બંને દેશ આ સાથે મળીને આયોજક બનશે.
કેટલાં ટીમો લેશે ભાગ?
આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. 2024 વર્લ્ડ કપની જેમ, ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વિભાજિત કરાશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર-8 સ્ટેજમાં પ્રવેશ કરશે. ત્યાંથી બે-બે ટોપ ટીમો સેમિફાઇનલમાં જશે અને ત્યારબાદ ફાઇનલ માટે ટકકર મળશે.
કઈ કઈ ટીમોએ મેળાવ્યો પ્રવેશ?
હાલ સુધીમાં 13 ટીમોએ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું છે:
- યજમાનો: ભારત અને શ્રીલંકા
- 2024ની ટોચની 8 ટીમો
- રૈન્કિંગ આધારિત 2 ટીમો
આ સિવાય બાકીની 7 ટીમો પ્રાદેશિક ક્વોલિફાયર મારફતે પસંદ થશે. આથી હજુ પણ ઘણાં દેશો માટે તકો ખુલ્લી છે.
ટાઇટલ માટે કોની રહેશે દાવેદારી?
ભારત 2024માં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું અને હવે 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીમાં ભારત, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝે T20 વર્લ્ડ કપ બે-બે વખત જીતી છે. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાએ એક-એક વખત વિજય મેળવ્યો છે.