ભારતીય ટીમે વેસ્ટઈન્ડીઝને 3 મેચોની ટી-20 સીરીઝની પહેલી મેચમાં 4 વિકેટે હરાવીને સિરીઝની વિજય સાથે શરૃઆત કરી છે.
વેસ્ટઈન્ડીઝે પહેલો દાવ લઈને આપેલા 96 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શિખર ધવન માત્ર 1 રન કરીને આઉટ થયો હતો. જો કે તે છતાં ભારતીય ટીમે 17.2 ઑવરમાં 6 વિકેટે 98 રન બનાવીને મેચ જીતી લીધી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે 24 રન બનાવ્યા. કેપ્ટન વિરાટ કોહલી અને મનિષ પાંડેએ 19-19 રન બનાવ્યા. તો કૃણાલ પંડ્યાએ 12 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 10 રન અને વોશિંગ્ટન સુંદર 8 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.
આ પહેલાં ફ્લોરિડાનાં સેન્ટ્રલ બ્રોવાર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિમયમાં રમાયેલી આ મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઈન્ડીઝની ટીમે 20 ઑવરમાં 9 વિકેટે 95 રન બનાવીને ભારતીય ટીમને જીતવા માટે 96 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વેસ્ટઈન્ડીઝ તરફથી સૌથી વધું 49 રન કીરોન પોલાર્ડે બનાવ્યા. જ્યારે ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂ કરનારા નવદીપ સૈનીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.