IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઇન્ડિયા, નક્કી!
IND vs PAK:ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે મહત્વની માહિતી સામે આવી છે. પાકિસ્તાન માટે આ ચોંકાવનારા સમાચાર છે.
IND vs PAK:ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મહત્વની માહિતી સામે આવી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. ટીમ ઈન્ડિયા દુબઈમાં રમી શકે છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાન ન જવાનું કારણ પણ જણાવી દીધું છે. બીસીસીઆઈએ સુરક્ષાના કારણોનો હવાલો આપ્યો છે.
IND vs PAK:ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. હાલમાં જ બીસીસીઆઇએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે. આમાં બીસીસીઆઇએ સુરક્ષા કારણોનો હવાલો આપ્યો છે. ભારતીય ટીમ પોતાની તમામ મેચ દુબઈમાં રમી શકે છે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે હાલમાં જ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. પરંતુ હવે પાકિસ્તાનને આંચકો આપવાના સમાચાર આવ્યા છે.
પીસીબીએ બીસીસીઆઈને મનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો
અહેવાલો અનુસાર, પાકિસ્તાને ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી માટે મનાવવા પર સંપૂર્ણ ભાર મૂક્યો હતો. પરંતુ તે સફળ ન થયું. પીસીબીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનમાં પોતાની મેચ રમીને ભારત પરત ફરે. આને લગતા વધુ સૂચનો હતા. પરંતુ બીસીસીઆઈએ સુરક્ષાના કારણોનો હવાલો આપીને તમામ પ્રસ્તાવોને ઠુકરાવી દીધા હતા.
પાકિસ્તાનની આશાને ફટકો
ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ન જવાના કારણે પીસીબીને મોટો ઝટકો લાગશે. આનાથી તેને આર્થિક નુકસાન પણ થશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ પાકિસ્તાને પોતાના સ્ટેડિયમમાં ઘણું કામ કર્યું છે. તેમને નવેસરથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ માટે આઇસીસીએ ફંડ પણ જાહેર કર્યું હતું.
દુબઈમાં મેચ રમી શકે છે ટીમ ઈન્ડિયા
ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની તમામ મેચ દુબઇમાં રમી શકે છે. આ પહેલા શ્રીલંકા પર પણ ચર્ચા થઇ હતી. પરંતુ બીસીસીઆઈએ દુબઈનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારે હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલથી થઇ શકે છે.