ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટી20 સીરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 150 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 9 વિકેટના નુકસાને 145 રન જ બનાવી શકી હતી. ભારતની હારનું કારણ ખરાબ બેટિંગ હતી. આ સાથે એક જૂની નબળાઈએ પણ ટીમ ઈન્ડિયાનો રસ્તો મુશ્કેલ બનાવી દીધો હતો. તે 19મી ઓવર હતી. ફરી એકવાર 19મી ઓવર ભારત પર ભારે પડી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ ઓવર અર્શદીપ સિંહને આપી હતી. પરંતુ અર્શદીપની આ ઓવર 10 બોલની હતી. તેણે આ ઓવરમાં એક કે બે નહીં પરંતુ 4 વાઈડ બોલ ફેંક્યા હતા.
આ ઓવરમાં અર્શદીપ સિંહ યોર્કર ફેંકવાના પ્રયાસમાં લાઇન લેન્થથી ભટકતો જોવા મળ્યો હતો અને તેણે ઑફ સ્ટમ્પની બહાર યોર્કર ફેંકવાના પ્રયાસમાં એક પછી એક 4 વાઇડ ફેંક્યા હતા. તેણે આ ઓવરમાં માત્ર 6 રન આપ્યા પરંતુ આમાંથી 4 રન એકલા વાઈડમાંથી આવ્યા અને અંતે આ ચાર રન જ ભારતની હારનું નિર્ણાયક પરિબળ સાબિત થયા.
આ પહેલીવાર નથી કે 19મી ઓવર ભારત પર ભારે પડી હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયાના ટી20 વર્લ્ડ કપમાં ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં ભારતની 19મી ઓવરમાં આફત આવી હતી. આ વર્ષની શરૂઆતમાં પણ શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં અર્શદીપ સિંહ 19મી ઓવર નાખવા માટે દબાણમાં આવ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20માં ભારતની હારનું એક કારણ 19મી ઓવર હતી. અર્શદીપ સિંહની 19મી ઓવરમાં 4 વાઈડને કારણે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 20 ઓવરમાં 149 રન સુધી પહોંચી ગયો હતો. જો અર્શદીપ સિંહે આ ભૂલ ન કરી હોત તો કદાચ મેચનું પરિણામ અલગ હોત. હવે રવિવારે બંને ટીમો વચ્ચે બીજી T20 રમાશે. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube