Temba Bavuma Injury: ટેમ્બા બાવુમા ઇજાના કારણે બહાર
Temba Bavuma Injury: દક્ષિણ આફ્રિકાએ તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25નો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. આ જીત ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાની આગેવાનીમાં મળી હતી. તેમણે ન માત્ર શાનદાર નેતૃત્વ કર્યું, પરંતુ ફાઇનલમાં મહત્વપૂર્ણ પારી રમી હતી. તેમ છતાં, ટીમના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે કેશવ મહારાજની નિમણૂક થઈ છે.
બાવુમા હાલ ઈજાગ્રસ્ત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન બેટિંગ દરમિયાન તેમને ડાબી હેમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી હતી. ઇજાના बावजूद તેમણે દાવ ચાલુ રાખ્યો અને અડધી સદી ફટકારી. તેમની અને એડન માર્કરામની ભાગીદારી ટીમને જીત તરફ લઈ ગઈ. હવે આ ઈજામાંથી પુર્ણપણે સ્વસ્થ થવા માટે બાવુમા વિરામ પર છે.
કેશવ મહારાજને મળ્યો નવો દાવો
દક્ષિણ આફ્રિકા હવે નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ માટે તૈયાર થઈ રહી છે. 28 જૂનથી દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે બે ટેસ્ટની શ્રેણી રમશે. બાવુમાની ગેરહાજરીમાં, ટીમની કમાન અનુભવદાર સ્પિનર કેશવ મહારાજને સોંપવામાં આવી છે. કેશવએ અગાઉ પણ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નેતૃત્વ કર્યું છે અને તેઓ ટીમના જુસ્સાદાર અને સમજદાર ખેલાડી માનવામાં આવે છે.
ક્યારેય ટેસ્ટ ન હારનાર કેપ્ટન
ટેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકાના માટે અત્યાર સુધીના સફળ ટેસ્ટ કેપ્ટન રહ્યા છે. તેમની કેપ્ટનશિપ હેઠળ દક્ષિણ આફ્રિકાએ એક પણ ટેસ્ટ મેચ હાર્યો નથી. તેમ છતાં, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેશવ મહારાજને અસ્થાયી કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાવુમા સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી, ટીમ મેનેજમેન્ટ ફરીથી તેમના નેતૃત્વ પર વિચાર કરી શકે છે.