અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ T20 મેચમાં ઘણો વિવાદ થયો હતો. પહેલા બંને દેશોના ખેલાડીઓ એકબીજા સાથે ટકરાયા હતા. આ પછી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ચાહકો વચ્ચે જોરદાર લડાઈ થઈ. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના દર્શકોએ મારપીટ કરી અને ખુરશીઓ તોડી નાખી.
આ વિવાદ શા માટે શરૂ થયો તે અંગેનો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે આ ડાન્સ બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાની ચાહકો વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. આ વીડિયો એક પાકિસ્તાની ફેન્સનો છે જે ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાકિસ્તાની ચાહક જીત બાદ ડાન્સ કરી રહ્યો છે અને દૂર દૂર હાજર અફઘાન દર્શકોને ચીડવી રહ્યો છે.
This is where the fight begins!!
#PAKvAFG #PakvsAfg #AsiaCup #AsiaCup2022 #AFGvsPAK pic.twitter.com/HnmKJ0iBcL
— Madhav Singh (@Send4Singh) September 7, 2022
કહેવામાં આવી રહ્યું છે કે આ ડાન્સ જોઈને જ અફઘાનિસ્તાનના ચાહકો ગુસ્સે થઈ ગયા અને લડવા લાગ્યા. જો કે આ વાતમાં કેટલી સત્યતા છે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. બંને દેશના દર્શકો વચ્ચેની અથડામણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના ચાહકો સ્ટેડિયમની ખુરશીઓ બહાર કાઢીને દોડી આવ્યા હતા અને પાકિસ્તાની ચાહકોને ફટકાર્યા હતા. સ્ટેડિયમની બહાર પાકિસ્તાની ચાહકો વચ્ચે મારામારી પણ થઈ હતી.
This is what Afghan fans are doing.
This is what they've done in the past multiple times.This is a game and its supposed to be played and taken in the right spirit.@ShafiqStanikzai your crowd & your players both need to learn a few things if you guys want to grow in the sport. pic.twitter.com/rg57D0c7t8— Shoaib Akhtar (@shoaib100mph) September 7, 2022
હવે આ મામલે શારજાહ પોલીસ પાસેથી તપાસની માંગ કરવામાં આવી છે. તે જ સમયે, અફઘાનિસ્તાનના ઝડપી બોલર ફરીદ અહેમદ અને પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી પણ મેચ દરમિયાન સામસામે આવી ગયા હતા. વાસ્તવમાં ફરીદે આસિફને આઉટ કરીને મેદાન છોડવાનો સંકેત આપ્યો હતો. આ પછી આસિફે જવાબમાં ફરીદને ધક્કો માર્યો અને બેટ પણ બતાવ્યું. અંતે અમ્પાયર બચાવમાં આવ્યા અને મામલો થાળે પડ્યો.
પાકિસ્તાને એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં બુધવારે (7 સપ્ટેમ્બર) અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે તેણે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 19.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે.