ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હૈદરાબાદ સામે કેપ્ટનશીપની ઇનિંગ રમતા રમતા ટીમને મુશ્કેલીમાંથી તો બહાર કાઢી પણ શાનદાર અડધી સદી પણ ફટકારી હતી. આ ટીમની બેટિંગ જોઈને એવું લાગતું નહોતું કે ટીમનો સ્કોર 150ની પાર જઈ શકશે, પરંતુ હાર્દિક પંડ્યાએ ખૂબ જ સમજદારીથી આ કામ કર્યું.બેટિંગ કરતી વખતે ટીમના સ્કોરને 150 એટલે કે 162થી આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 42 બોલનો સામનો કર્યો હતો અને 1 સિક્સ અને 4 ફોરની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. એક સિક્સરની મદદથી તેણે આ લીગમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.
હાર્દિક પંડ્યા IPL ઈતિહાસમાં 100 સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે
IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલનો સામનો કરીને 100 સિક્સર મારનાર હાર્દિક પંડ્યા પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ લીગમાં તેણે 1046માં બોલ પર તેની 100મી સિક્સર ફટકારી હતી. કે જ્યાં સૌથી ઓછા બોલનો સામનો કરીને 100 સિક્સર મારવાના કિસ્સામાં, તે ત્રીજા નંબરે આવ્યો હતો. આન્દ્રે રસેલ સૌથી ઓછા બોલનો સામનો કરીને 100 સિક્સર ફટકારવાના મામલે IPLમાં નંબર વન પર છે, જ્યારે ક્રિસ ગેલ આ મામલે બીજા નંબર પર છે. હાર્દિક હવે ત્રીજા નંબરે આવી ગયો છે જ્યારે કીરોન પોલાર્ડ અને મેક્સવેલ ચોથા અને પાંચમા નંબરે છે.
IPLમાં 100 સિક્સર સુધી પહોંચવા માટે સૌથી ઓછા બોલનો સામનો કરનારા ટોચના 5 બેટ્સમેન
657 – આન્દ્રે રસેલ
943 – ક્રિસ ગેલ
1046 – હાર્દિક પંડ્યા
1094 – કિરોન પોલાર્ડ
1118 – ગ્લેન મેક્સવેલ