ટૂંક સમયમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાવવા જઈ રહી છે. આ માટે ભારતીય ટીમ જાહેર પણ થઈ ગઈ છે. ત્યારે ન્યુઝીલેન્ડના વિકેટકિપર બેટ્સમેન બીજે વાટલીંગએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે ઇંગ્લેંડ પ્રવાસ બાદ સન્યાસ લઇ લેશે. ભારત સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લેશે. ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન ન્યુઝીલેન્ડની ટીમ એ ઇંગ્લેંડ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. જેના બાદ 18 જૂન થી શરુ થતી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમશે.
બીજે વાટલીંગ આ સાથે જ ન્યુઝીલેન્ડ તરફ થી સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારો વિકેટકીપર બની જશે. આ પહેલા આ રેકોર્ડ એડમ પારોરના નામે હતો. વાટલીંગ એ સંન્યાસ લેતા એલાન કરતા કહ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડ તરફ થી ક્રિકેટ રમવુ ખાસ કરીને ટેસ્ટ બેગીમાં ઉતરવુ મારા માટે સન્માનની વાત છે. ટેસ્ટ ક્રિકેટ ખરેખર જ રમતનો સૌથી મહત્વનો હિસ્સો રહ્યો છે.
ટીમની સાથે સફેદ કપડામાં મેદાનમાં ઉતરવુ દરેક પળે મારા માટે ખૂબ જ ખાસ રહ્યુ છે. પાંચ દિવસ બાદ ટીમની સાથે સિટીંગ રુમમાં બેસીને એન્જોય કરવાને હું ખૂબ મિસ કરીશ. મે કેટલાક મહાન ખેલાડીઓ સાથે ક્રિકેટ રમી અને ખૂબ સારા મિત્રો બનાવ્યા. મને અનેક ખેલાડીઓની મદદ પણ ખૂબ મળી જેના માટે તેમનો આભાર માનુ છુ.
વાટલીંગ એ પોતાના કેરિયરમાં અત્યાર સુધીમાં 249 કેચ ઝડપ્યા છે. જેમાં 10 કેચ ફિલ્ડર તરિકે ઝડપ્યા હતા. તેમના નામે 8 સ્ટંપિગ છે. 35 વર્ષીય વાટલીંગ એ વર્ષ 2019માં ઇંગ્લેંડ સામે ઓવલમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. 2009માં ટેસ્ટ ડેબ્યૂ કરનારા વાટલીંગ એ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 38.11 ની સરેરાશ થી 3773 રન બનાવ્યા છે. જેમાં આઠ શતક અને 19 ફીફટી સામેલ છે. તેણે ન્યુઝીલેન્ડ તરફ થી 5 T20 અને 28 વન ડે મેચ પણ રમી છે.