આગામી એશિયા કપ પહેલા પાકિસ્તાનની ટીમને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર ઘૂંટણની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમે શનિવારે કહ્યું કે તેને વધુ ચારથી છ અઠવાડિયાનો આરામ કરવાની જરૂર છે. શાહીનને ગયા મહિને ગાલેમાં શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. દુબઈમાં યોજાનાર એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન 28 ઓગસ્ટે આમને સામને થશે.
શાહીન આફ્રિદી પાકિસ્તાનની એશિયા કપ ટીમ સાથે પ્રવાસ કરશે અને UAEમાં તેનું પુનર્વસન પૂર્ણ કરશે. જો કે ટીમના ડોક્ટરે સલાહ આપી છે કે આફ્રિદી ઓક્ટોબરની શરૂઆત પહેલા પરત ફરી શકશે નહીં. પાકિસ્તાનના મુખ્ય કોચ સકલેન મુશ્તાકે હવે કહ્યું છે કે શાહીન આફ્રિદી જેવા ખેલાડીને ગુમાવવો તેના અને તેની ટીમ માટે મોટો ફટકો છે.
મુશ્તાકે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, “સ્પષ્ટપણે ટૂર્નામેન્ટ પહેલા અને ઈંગ્લેન્ડ શ્રેણી માટે શાહીનને ગુમાવવો એ અમારા માટે એક મોટો ઝટકો છે, કારણ કે તે એવી વ્યક્તિ છે જેણે ટોચના સ્તરે અને શ્રેષ્ઠ બેટ્સમેનોની સામે પોતાને સાબિત કર્યું છે. શાનદાર પ્રદર્શન કર્યું છે.” શાહીન આફ્રિદીની જગ્યાએ મોહમ્મદ હસનૈનને એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
મુશ્તાકે કહ્યું, “શાહીન જેવા ખેલાડીને તેની ગુણવત્તાને કારણે બદલવું ક્યારેય આસાન નથી હોતું, પરંતુ અમારી પાસે જે સંસાધનો છે તેનાથી અમે તેને સમર્થન આપી રહ્યા છીએ.”
Pakistan's Head Coach Saqlain Mushtaq says Pakistan will feel the loss of Shaheen Afridi in the Asia Cup
Credit: PCB#NEDvPAK #AsiaCup pic.twitter.com/VizDvkDiOf
— CF (@pakcricketfan_) August 21, 2022
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આફ્રિદીના સ્થાને મોહમ્મદ હસનૈનને પાકિસ્તાની ટીમમાં સામેલ કર્યો છે. પીસીબીએ સોમવારે આ જાણકારી આપી. એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે. 22 વર્ષીય હસનૈને 18 T20 ઈન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાન તરફથી રમતા 17 વિકેટ ઝડપી છે. હસનૈન હાલમાં ધ હન્ડ્રેડ ખાતે ઓવલ ઈન્વિન્સીબલ ટીમનો ભાગ છે અને ટીમ સાથે જોડાવા માટે યુકેથી પરત ફરશે.