નવી દિલ્લી: આઈપીએલના ચાહકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. બીસીસીઆઈએ 29 મેના દિવસે થનારી સ્પેશિયલ એજીએમમાં IPL 2021ની બાકી રહેલી 31 મેચો પર નિર્ણય લઈ શકે છે. બોર્ડ આઇપીએલ 2021ને પૂર્ણ કરવા વિંડોને અંતિમ રૂપ આપી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ થયા બાદ બોર્ડ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરમાં સંયુક્ત-અરબ અમીરાતમાં બાકીની મેચોનું આયોજન કરી શકે છે. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત 18 જૂને થશે જ્યાં તે ન્યૂઝિલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પણ રમશે. ત્યારબાદ 4 ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડનો પ્રવાસ 14 સપ્ટેમ્બરે પૂર્ણ થશે અને બીસીસીઆઈ ટી-20 વર્લ્ડ કપ પહેલા 15 સપ્ટેમ્બર સુધીમાં આઈપીએલનું આયોજન કરી શકે છે. અત્યાર સુધી બીસીસીઆઈ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે. બીસીસીઆઈ બંન્ને ટીમો વચ્ચે રમાવનારી બીજી ટેસ્ટ અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના અંતરને નવ દિવસથી ઘટાડીને 4 દિવસનો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જેથી આઇપીએલ માટે બીસીસીઆઈને વધારે સમય મળી શકે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર જો આ અંતરને ઘટાડીને 9 માથી 4 કરવામાં આવશે તો બીસીસીઆઈને આઇપીએલ માટે વધુ પાંચ દિવસનો સમય મળી શકે છે. બીસીસીઆઈ બાકીની મેચોમાં વિદેશી ખેલાડીઓને પણ સામેલ કરવાની યોજના બનાવી રહી છે. અને ઈંગ્લેન્ડના પ્લેયરોનો યુકેથી સીધા યુએઈમાં મોકવાનો પ્લાન છે.
ટીએઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, જો બંને ટેસ્ટ મેચ વચ્ચેનો સમય ઓછો નહીં કરવામાં આવે તો આ 30 દિવસમાં ભારતીય ટીમ અને અંગ્રેજી ક્રિકેટરોએ યુએઈથી યુએઈ લાવવા આખો દિવસ પડશે. તેમજ નોકઆઉટ તબક્કા માટે પાંચ દિવસનો સમય નક્કી કરવો પડશે. આ સાથે, બીસીસીઆઈ પાસે 27 મેચ પૂર્ણ કરવા માટે માત્ર 24 દિવસનો સમય રહેશે. આ વિંડોમાં આઠ શનિવાર અને રવિવાર છે. જેનો અર્થ છે કે, સપ્તાહના અંતમાં ડબલ હેડરો દ્વારા 16 મેચો હોઈ શકે છે. આ પછી, બીસીસીઆઈએ 19 દિવસમાં માત્ર 11 મેચ જ લેવી પડશે. અહીં એક વધારાનો સપ્તાહ વધી શકે છે.
બીસીસીઆઈને એમ પણ લાગે છે કે, આઈપીએલ 2021 આઈસીસી ટી 20 વર્લ્ડ કપ પ્રેક્ટિસ માટે યોગ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત ટી -20 વર્લ્ડ કપનું આયોજન કરે તેવી સંભાવના છે. જો ભારતમાં સ્થિતિ સુધરશે નહીં, તો વર્લ્ડ કપ યુએઈમાં પણ થઈ શકે છે. કોરોના રોગચાળાને કારણે આઇપીએલ 2020 યુએઈમાં કરવામાં આવી હતી.