ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટમાં હરમનપ્રીત કૌરની ટીમે ઓસ્ટ્રેલિયા સામે એકમાત્ર ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ, તે પછી હવે ODI સીરીઝનો વારો છે, જેના માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
ટેસ્ટ ટીમની સરખામણીમાં ભારતની ODI ટીમમાં 3 ફેરફારો છે. મતલબ, ટેસ્ટ ટીમના 3 ખેલાડી એવા હતા જેઓ ODIમાં પોતાની જગ્યા બનાવી શક્યા ન હતા. તેને આ સફેદ બોલની સીરીઝ માંથી બહાર રાખવામાં આવ્યો હતા. આવા ખેલાડીઓના નામ છે રાજેશ્વરી ગાયકવાડ, મેઘના સિંહ અને સતીશ શુભા. આ ટેસ્ટ સીરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ODI સીરીઝ માટે 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની ODI ટીમમાં રાજેશ્વરી, મેઘના અને શુભાના સ્થાને ત્રણ ખેલાડીઓ અમનજોત, શ્રેયંકા પાટિલ અને મન્નતનો સમાવેશ કરાયો છે. આ 3 સિવાય, ODI ટીમના બાકીના ખેલાડીઓ એ જ છે જેઓ ટેસ્ટ સીરીઝનો ભાગ હતા. ટેસ્ટની જેમ વનડેમાં પણ ટીમની કમાન હરમનપ્રીત કૌર સંભાળશે. ટીમમાં સ્મૃતિ મંધાના, જેમિમા, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, રિચા શર્મા, અમનજોત, શ્રેયંકા પાટીલ, મન્નત, સાયકા આઇઝેક, રેણુકા સિંહ, તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા અને હરલીન દેઓલના છે.