GT vs SRH : IPL 2024ની 12મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આંકડાની દૃષ્ટિએ હૈદરાબાદ પર ગુજરાતનો દબદબો છે, પરંતુ બંને ટીમો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી હૈદરાબાદે એક અને ગુજરાતે બે મેચ જીતી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં અત્યાર સુધીમાં બે-બે મેચ રમી છે અને બંને ટીમોએ એક જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
IPL 2023માં બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવ્યું હતું. સનરાઇઝર્સ પાસે આ મેચમાં ગુજરાત સાથે સ્કોર્સ સેટલ કરવાની તક હશે. ચાલો જાણીએ આઈપીએલની 17મી સિઝનની 12મી મેચના ટેલિકાસ્ટ અને ઓનલાઈન ટેલિકાસ્ટ સંબંધિત તમામ માહિતી…
ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે 12મી મેચ ક્યારે?
IPL 2024 ની 12મી મેચ ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે 31 માર્ચ, રવિવારના રોજ રમાશે.
ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે 12મી મેચ ક્યાં રમાશે?
ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે લીગની 12મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?
ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી રમાશે. ટોસ બપોરે 03:00 વાગ્યે થશે.
કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી પ્રદાન કરશે.
આ મેચ જિયો સિનેમામાં ટેલિકાસ્ટ થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને IPLની પ્રથમ મેચ ફ્રીમાં જોઈ શકો છો.