ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો પ્રારંભ 20 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે. ટી-20 વર્લ્ડકપના હિસાબથી આ સીરિઝ ભારત માટે મહત્વપૂર્ણ છે. ખેલાડીઓના સારા પ્રદર્શનથી આવતા મહિને રમાનાર વર્લ્ડકપ માટે તેમનો આત્મવિશ્વાસ વધશે. સાથે જ રોહિત શર્મા માટે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી પણ આસાન બનશે.5 ભારતીય ખેલાડી જેમના પ્રદર્શન પર ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાં નજર રહેશે.
1. વિરાટ કોહલી-વિશ્વની નજર વિરાટ કોહલીના પ્રદર્શન પર હંમેશા રહી છે. એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારીને ત્રણ વર્ષ પછી વિરાટ કોહલી ફોર્મમાં પરત આવ્યો છે. ટી-20 વર્લ્ડકપ પહેલા વિરાટનું ફોર્મમાં પરત ફરવુ ભારતીય ટીમ માટે સારા સમાચાર છએ પરંતુ ક્યાક એવુ ના થાય કે વિરાટ માત્ર વન મેચ વંડર બનીને રહી જાય. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતની ટી-20 સીરિઝમાં તેના પ્રદર્શન પર બધાની નજર રહેશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અત્યાર સુધી રમાયેલી 19 ટી-20 મેચમાં વિરાટ કોહલીની એવરેજ 59.83ની રહી છે. સ્ટ્રાઇક રેટ 146.23ની છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિરાટ કોહલીએ 22 સિક્સર અને 55 ફોર ફટકારી છે.
2. રિષભ પંતટીમ ઇન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને ટી-20માં સારી તક મળી રહી છે. એક તરફ જ્યા પંતે વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં સતત સારૂ પ્રદર્શન કરીને પોતાનો સિક્કો જમાવ્યો છે બીજી તરફ ટી-20માં તેનું પ્રદર્શન તેનાથી ઉલટ છે. ટેસ્ટ મેચમાં જ્યા આ ખેલાડી 43.32ની શાનદાર એવરેજથી રન બનાવે છે તો ટી-20માં ઘટીને 23.94ની થઇ જાય છે. સૌથી નાના ફોર્મેટમાં રિષભ પંતનો સ્ટ્રાઇક રેટ 126.21નો રહ્યો છે.
3. કેએલ રાહુલભારતના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે એશિયા કપ 2022માં કોઇ ખાસ પ્રદર્શન કર્યુ નહતુ. પાંચ મેચમાં તેને 26.40ની એવરેજથી 132 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાયેલી મેચમાં રાહુલે સીરિઝનો સૌથી સર્વશ્રેષ્ઠ સ્કોર 62 રન બનાવ્યા હતા.
4.હર્ષલ પટેલટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર હર્ષલ પટેલ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરિઝમાં 15 સભ્યની ટીમમાં તક મળી છે. હર્ષલ પટેલે અત્યાર સુધી માત્ર 17 ટી-20 મેચ રમી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરિઝમાં શું તે રિકવરી પછી સારી વાપસી કરી શકશે, આ મોટો સવાલ છે. 2022માં તેને 15 ટી-20 મેચમાં 8.76ની ઇકોનોમી રેટ સાથે 19 વિકેટ ઝડપી છે.
5. જસપ્રીત બુમરાહજુલાઇમાં બેક ઇન્જરીને કારણે બુમરાહ રીહૈબમાં હતો. હવે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરીને તેને ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. સાથે જ આજથી શરૂ થઇ રહેલા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં પણ બુમરાહને રમતા જોઇ શકશે. એશિયા કપમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ઘણુ ખરાબ રહ્યુ હતુ. એવામાં બુમનરાહ પાસે સારી એવી આશા હશે.