પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચ પણ કરાચી નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ગત મહિને આ જ મેદાન પર ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ પણ રમાઈ હતી અને ત્યારે પણ બોલરોને પિચમાંથી કોઈ મદદ મળી રહી ન હતી. ફરી એક વાર એવું જ જોવા મળ્યું. મેચના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોમ લાથમ અને ડેવોન કોનવેએ એકસાથે ઇનિંગ્સની શરૂઆત કરી અને 35 ઓવરમાં 134 રન ઉમેર્યા. આ પીચની હાલત જોઈને આઈસલેન્ડ ક્રિકેટે કરાચી ટ્રેકની મજા માણી હતી.
Another completely untroubled century partnership on the Karachi road.
They should introduce some tolls and tax the run.
— Iceland Cricket (@icelandcricket) January 2, 2023
આઇસલેન્ડ ક્રિકેટે ટ્વીટમાં લખ્યું, ‘કરાચી રોડ પર મુશ્કેલી વિના બીજી સદીની ભાગીદારી. તેઓએ થોડો ટોલ અને ટેક્સ શરૂ કરવો જોઈએ. ઈંગ્લેન્ડે કરાચીની સપાટ પીચ પર બેઝબોલ શૈલીમાં જીત મેળવી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની સીરિઝની પ્રથમ મેચ ઘણી બોરિંગ રહી હતી.
ફરી એકવાર એવું લાગે છે કે આ પિચ પર પરિણામ મેળવવું સરળ નહીં હોય. ઈંગ્લેન્ડે ગયા મહિને જ પાકિસ્તાન સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટની વાત કરીએ તો ટોમ લાથમે 100 બોલમાં 71 રન બનાવ્યા હતા અને નસીમ શાહને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો, આમ ન્યુઝીલેન્ડે 134 રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી.