મોહાલી : રોહિત શર્માએ શ્રીલંકા સામે પોતાની 208 રનની અણનમ ઈનિંગ પત્ની રિતિકાને સમર્પિત કરી. મોહાલીમાં રમાયેલી આ મેચમાં ભારતે 141 રનથી વિજય મેળવ્યો. રોહિતની શાનદાર ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો.
એનિવર્સરી પર આપી રોહીતે ગિફ્ટ
13 ડિસેમ્બર રોહિત અને રિતિકાની લગ્નની બીજી એનિવર્સરી છે. મેચ બાદ રોહિતે કહ્યું કે તેની આ બેવડી સદી પત્ની રિતિકા માટે વેડિંગ એનિવર્સરીની ગિફ્ટ છે. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી તેના લગ્ન હોઇ ટીમ સાથે નથી એટલા માટે રોહીત શર્મા શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 શ્રેણીમાં સુકાની તરીકે ફરજ બજાવી રહ્યો છે.
રિતિકા છે મારી તાકાત : રોહીત શર્મા
રોહિતે મેચ બાદ કહ્યું કે, મને ખુશી છે કે આ ખાસ દિવસ પર તે (રિતિકા) અહીંયાં હતી. હું જાણું છું કે તેને મારા તરફથી આ ખાસ ગિફ્ટ ખૂબ જ પસંદ આવશે. રોહિતે કહ્યું કે રિતિકા તેનો મજબૂત પક્ષ રહી છે અને તેના સાથથી જ તેને ઉત્સાહ પણ મળે છે. રોહિતના ઈનિંગની આ ત્રીજી બેવડી સદી છે અને આમ કરનારો તે દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે. મોહાલીમાં જ્યારે તેણે બેવડી સદી ફટકારી તો તેની પત્ની રિતિકા ભાવૂક થઈ ગઈ.