Tilak Varma હેમ્પશાયર માટે 98 રન બનાવીને અણનમ, સદી તરફ દોડ
Tilak Varma ભારતના યુવા બેટ્સમેન તિલક વર્માએ ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં હેમ્પશાયર ટીમ તરફથી પોતાના ડેબ્યૂમાં જ શાનદાર બેટિંગ કરીને ધમાલ મચાવી છે. તિલક વર્મા હાલમાં 98 રન બનાવીને અણનમ છે અને પોતાની પહેલી કાઉન્ટી સદીથી માત્ર બે રન દૂર છે. તેમણે 234 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે.
હેમ્પશાયરની શરુઆત નરમ રહી, તિલકે સંભાળ્યું મોરચું
22 જૂનથી શરૂ થયેલી હેમ્પશાયર સામે એસેક્સ વચ્ચેની મેચમાં તિલક વર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ત્યારે ટીમની શરુઆત ઘણી નબળી રહી હતી અને શરૂઆતના બે વિકેટ માત્ર 34 રન પર પડી ગયા હતા. આ મુશ્કેલ સમયે તિલકે શાંતિપૂર્વક અને શાનદાર બેટિંગ કરીને હેમ્પશાયરને સંભાળી હતી. બીજા દિવસના અંતે ટીમે 4 વિકેટ ગુમાવીને 293 રન બનાવી લીધા છે અને તિલક ક્રીઝ પર મજબૂતીથી તિકી રહ્યો છે.
તિલક વર્મા માટે ટેસ્ટમાં તકની આશા
તિલક વર્મા અગાઉ ભારત માટે ODI અને T20I ફોર્મેટમાં રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી 4 ODI અને 25 T20I મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જોકે, તેને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં જગ્યા મળી નથી. તિલક IPL 2025માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો, જ્યાં તેણે 16 મેચમાં 343 રન બનાવ્યા હતા અને માત્ર બે અડધી સદી જ ફટકારી હતી.
હેમ્પશાયર સાથે 4 મેચના કરાર હેઠળ રમતા તિલક વર્મા માટે આ સિઝન ખુબ જ મહત્વની રહેશે. લાલ બોલ ક્રિકેટમાં એવું પ્રદર્શન તિલક માટે માત્ર ટીમ ઇન્ડિયા માટેના દરવાજા ખોલી શકે છે નહીં, પણ તેની ટેક્નીક અને ધીરજને પણ માપી શકે છે. જો તે અહીં સતત સારી બેટિંગ કરે છે, તો ભવિષ્યમાં તેને ટેસ્ટ ટીમમાં તક મળવી અચંબાની વાત નહીં રહે.