ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વનડેની સિરીઝની પ્રથમ મેચ રવિવારે મુંબઈમાં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેના બે કારણ છે. પહેલુ કારણ વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે. બીજું કે, ન્યૂઝીલેન્ડની ટીમનું ભારતમાં વનડે રેકોર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે.
રેકોર્ડની દ્રષ્ટીએ કિવી સામે 32માંથી 24 મેચમાં ભારતનો વિજય
– 1987માં કિવી ટીમ ઈન્ડિયા વચ્ચે પ્રથમ વનડે રમ્યા બાદ અત્યાર સુધી બંને ટીમોએ અહીં 32 મેચો રમી છે, જેમાંથી 24માં ભારતનો વિજય થયો છે.
– 7 વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીતી છે. ટેસ્ટ રમતી ટીમોમાંથી ભારતમાં આનાથી પણ ખરાબ વનડે રેકોર્ડ માત્ર ઝિમ્બાબ્વેના નામે છે.
– ઝિમ્બાબ્વેએ ભારતમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 19 વનડે મેચો રમી છે, જેમાંથી 3માં જ તેનો વિજય થયો છે, જ્યારે 15માં ભારતનો વિજય થયો હતો અને 1 મેચ ટાઈ રહી હતી.
ઘરઆંગણે ભારતે ન્યુઝીલેન્ડ સામે તામામ સીરીઝ જીતી
– ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ભારતીય ધરતી પર 5 વનડે સિરીઝ રમાઈ છે. જે તમામ ભારતે જીતી છે.
– ભારતે 1988માં 4-0થી, 1995માં 3-2થી, 1999માં 3-2થી, 2010માં 5-0થી અને 2016માં 3-2થી સિરીઝ જીતી છે.
ઘરઆંગણે ભારતનો વનડે રેકોર્ડ
હરીફ ટીમ મેચ ભારતની જીત હાર ટાઇ પરીણામ વગરની મેચો
શ્રીલંકા 48 34 11 0 3
ઇંગ્લેન્ડ 48 31 16 1 0
ઓસ્ટ્રેલિયા 56 25 26 0 5
ન્યુઝીલેન્ડ 32 24 07 0 1
વિંડીઝ 50 24 26 0 0
દ.આફ્રિકા 28 15 13 0 0
ઝિમ્બાબ્વે 19 15 03 1 0
પાકિસ્તન 30 11 19 0 0