વર્લ્ડકપ વિજેતા ઇંગ્લેન્ડની ટીમના કોચ ટ્રેવર બેલિસ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયા છે. ઍસઆરઍચના ટ્વિટર હેન્ડલ પરથી તેમને હેડ કોચ બનાવાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. બેલિસનો ઇંગ્લેન્ડની ટીમ સાથેનો કરાર ઍશિઝ પછી પુરો થઇ રહ્યો છે. આઇપીઍલ સાથે બેલિસનો આ બીજા કાર્યકાળ રહેશે. આ પહેલા તેઓ 2012થી 2015 સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના કોચ રહી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કેકેઆર બે વાર આઇપીઍલ ચેમ્પિયન બની છે.
બેલિસ સનરાઇઝર્સ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયાના ચોમ મુડીનું સ્થાન લેશે. મુડી સાત સિઝન સુધી સનરાઇઝર્સ સાથે રહ્યા પછી હવે અલગ થઇ રહ્યો છે. સનરાઇઝર્સે 2016માં આઇપીઍલ ટાઇટલ જીત્યું હતુ અને 2019માં આ ટીમે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. ઍ ઉલ્લખનીય છે કે બેલિસના કોચિંગ હેઠળ ઇંગ્લેન્ડે 2015ની ઍશિઝ સિરીઝ 3-2થી જીતી હતી. 2016માં વર્લ્ડ ટી-૨૦ની ફાઇનલમાં પહોંચી હતી અને વનડે રેન્કિંગમાં પણ નંબર વન પર પહોંચી જ્યારે ગત અઠવાડિયે જ તેઓ વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યા છે.