નવી દિલ્હી : અંડર -19 વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ રહી ચૂકેલા ભારતના યશસ્વી જાયસ્વાલે તેની સફળતાનું રહસ્ય જાહેર કર્યું છે. યશસ્વીએ કહ્યું કે, એસ્ટ્રો ટર્ફ પીચમાં પ્રેક્ટિસ કરવાથી તે દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી પીચો પર સારી રીતે રમવા માટે મદદ કરશે. જાયસ્વાલ ટૂર્નામેન્ટની છ ઇનિંગ્સમાં 400 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. જેમાં પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં અજેય સદીનો સમાવેશ છે.
કોચે શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ લાવવાનું કહ્યું હતું…
જાયસ્વાલે પીટીઆઈને કહ્યું, ‘જ્વાલા સર (તેમના માર્ગદર્શક) એ મને કહ્યું કે, મારે ત્યાંથી શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ લાવવાનો છે. અમે ઉછાળવાળી પીચ પર ઘણી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. અમે શોર્ટ બોલ રમવાની પણ ઘણી પ્રેક્ટિસ કરી હતી.’
પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ પોતાના કોચને નામે કરનાર 18 વર્ષિય ખેલાડીએ કહ્યું કે, હું કાં તો શોર્ટ બોલ રમતો હતો અથવા છોડી રહ્યો હતો. એસ્ટ્રો ટર્ફની ત્યાંની પીચ પર તે જ ઉછાળો છે, તેથી મેં એસ્ટ્રો ટર્ફ પીચ પર બેટિંગ કરવાની પ્રેક્ટિસ કરી જેનો ફાયદો થયો.’