નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે બીસીસીઆઈને ટી20 વર્લ્ડ કપની મેજબાની ઉપર નિર્ણય કરવા માટે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. બીસીસીઆઈએ તાજેતરમાં થયેલી એસજીએમ દરમિયાન મેજબાની ઉપર નિર્ણય લેવા માટે આઈસીસી પાસે સમય માંગ્યો હતો. જેનો સ્વીકાર કરી લીધો છે. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને એહસાન મનીએ દાવો કર્યો છે કે ટી 20 વર્લ્ડ કપ ઉપર આયોજન યુએઈમાં થશે.
તેમણે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિના કારણે ટી 20 વર્લ્ડ કપ યુએઈમાં આયોજન કર્યો છે. thenews.com.pk પ્રમાણે અહસાન મનીએ જણાવ્યું હતું કે, આઈસીસી ટી 20 વિશ્વ કપ યુએઈમાં થશે.
ભારતને આઈપીએલ 14ની બાકીની મેચો પણ યુએઈમાં કોરોનાના કારણે બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. પીસીબી પાસે પણ પાકિસ્તાન સુપર લીગ માટે બાકીની મેચો યુએઈમાં કરાવવા માટે કોઈ વિકલ્પ નથી બચ્યો.
પીસીબી ચેરમેને કહ્યું કે પીએસએલની બાકીની મેચ 9 જૂનથી રમાશે. મનીએ એ પણ કહ્યું કે આવા સમયમાં જ્યારે દુનિયા એક મોટા સ્વાસ્થ્ય સંકટ સામે ઝઝૂમી રહી હોય ત્યારે ખેલાડીઓ અને અધિકારીઓની સુરક્ષાને પ્રાથમિકાત આપવી જોઈએ. અમે કોઈ જોખમ ઉઠાવવા માંગતા નથી.