IPLમાં આ વખતે ચાહકો મેદાનમાં જઈને મેચ જોવાની મજા માણી રહ્યા છે. સીઝન 15ની 7મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ચાહકોને ઘણી ચોગ્ગા અને છગ્ગા જોવા મળ્યા. પરંતુ આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેન આયુષ બદોનીનો છગ્ગો ચાહકો માટે ઘણો મોંઘો સાબિત થયો કારણ કે આ શોટ સીધો મહિલા પ્રશંસકના માથામાં ગયો.
લખનૌ સુપર જાયન્ટ્સને મેચ જીતવા માટે 12 બોલમાં 34 રનની જરૂર હતી. ચેન્નાઈ તરફથી ઓલરાઉન્ડર શિવમ દુબે બોલિંગ કરવા આવ્યો હતો. તે જ સમયે લખનૌ તરફથી એવિન લુઈસ અને આયુષ બદોની પિચ પર હતા. ઓવરના પહેલા જ બોલ પર ક્રિઝ પર રહેલા આયુષ બદોનીએ સ્વીપ શોટ રમતા ડીપ સ્ક્વેર લેગ પર લાંબી સિક્સર ફટકારી હતી. પરંતુ આયુષના આ શોટને કારણે સ્ટેન્ડ પર બેઠેલી એક મહિલા ઘાયલ થઈ ગઈ. આ બોલ સીધો સ્ટેન્ડ પર ગયો અને મહિલા પ્રશંસકના માથા પર વાગ્યો. જે બાદ મહિલા થોડીવાર માથું પકડીને ઉભી જોવા મળી હતી. આ શૉટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આયુષ બદોનીએ IPL 2022ની શરૂઆતમાં ઘણું નામ કમાવ્યું છે. બદોનીએ પોતાની પહેલી જ મેચમાં ધૂમ મચાવી હતી, આ મેચમાં પણ બદોનીએ પોતાની ટીમ માટે મેચ પૂરી કરી હતી. બદોનીએ CSK સામે 9 બોલમાં અણનમ 19 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મેચની છેલ્લી ઓવરમાં એવિન લુઈસ અને આયુષ બડોનીએ સાથે મળીને 13 બોલમાં અણનમ 40 રન ફટકારીને મેચ જીતી લીધી હતી.
Ayush Badoni Six Hits Spectator During LSG vs CSKhttps://t.co/O2lRuDTJlP
— MohiCric (@MohitKu38157375) March 31, 2022
આયુષ બદોનીનો જન્મ 3 ડિસેમ્બર 1999ના રોજ દિલ્હીમાં થયો હતો. તમને જણાવી દઈએ કે બદોની ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. બદોની ભારત માટે અંડર-19 ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. આ યુવા જમણા હાથનો બેટ્સમેન ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે એશિયા કપ 2018માં શ્રીલંકા સામે ભારત અંડર-19 માટે માત્ર 28 બોલમાં 52 રન બનાવ્યા. આયુષ બદોની બોલિંગ ઓલરાઉન્ડર છે અને તે નીચેની ક્રમમાં ઉપયોગી ઇનિંગ્સ રમવા માટે સમર્થ છે.
બદોની પહેલીવાર IPLમાં રમી રહ્યો છે
IPL 2022 મેગા ઓક્શનમાં લખનૌની ટીમે બદોનીને 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો. જો કે, પહેલી જ મેચમાં બદોનીએ શાનદાર અડધી સદી ફટકારીને સાબિત કરી દીધું છે કે ટૂંક સમયમાં જ તે કરોડોમાં થઈ જશે. બદોની માત્ર 22 વર્ષનો છે અને તેણે જાન્યુઆરી 2021માં મુંબઈ સામે T20 ડેબ્યૂ કર્યું હતું. જમણા હાથના બેટ્સમેને તેની ટૂંકી કારકિર્દીમાં દિલ્હી માટે 5 ડોમેસ્ટિક T20 મેચ રમી છે, જેમાં તેના નામે માત્ર 8 રન છે.