નવી દિલ્હી : સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની મિત્રતા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ ચર્ચા એક પડકાર વિશે છે. સચિન તેંડુલકરે વિનોદ કાંબલીને ગયા મહિને તેમના એક ગીત ‘ક્રિકેટ વાલી બીટ પે’ પર રેપ ગીત બનાવવાનો પડકાર આપ્યો હતો. વિનોદ કાંબલીએ આ પડકાર પૂર્ણ કર્યો છે. સચિન તેંડુલકરને પણ તેના સાથીનું આ ગીત ગમ્યું છે. આ વાત તેણે ટ્વિટર પર શેર કરી છે.
વિનોદ કાંબલીએ તેનું રેપ ગીત ટ્વિટર પર શેર કર્યું છે. તેણે તેની સાથે લખ્યું, ‘ડિયર માસ્ટર બ્લાસ્ટર, એકવાર મેં કમિટમેન્ટ કરી લીધા પછી, હું મારી જાતને સાંભળતો પણ નથી. ક્રિકેટ વાલી બીટ (CricketWaliBeat) નું આ મારું રેપ વર્ઝન છે. ‘વિનોદ કાંબલીએ સચિનની સાથે રમનારા 20 જેટલા ક્રિકેટરોનાં નામ પણ તેના ગીતોમાં શામેલ કર્યા છે.
સચિન તેંડુલકર તેના મિત્રના રેપ ગીતથી ખૂબ પ્રભાવિત થયો હતો. ટ્વિટર પર કાંબલીના રેપને શેર કરતાં તેમણે લખ્યું, ‘આ ખરેખર ખૂબ પ્રભાવશાળી છે. લાગે છે કે કોઈ નવો રેપર શહેરમાં આવી ગયો છે.
That was really impressive, @vinodkambli349!
Looks like there's a new rapper in town. ? https://t.co/kPT6kntHuC— Sachin Tendulkar (@sachin_rt) February 12, 2020