GT vs RCB: IPL 2024ની 45મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 9 વિકેટે જીત મેળવી છે. બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને તેમના ઘરઆંગણે કારમી હારનો સ્વાદ ચાખ્યો છે. આ મેચમાં ગુજરાતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 201 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, બેંગલુરુએ માત્ર 16 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો અને સિઝનની તેની ત્રીજી જીત હાંસલ કરીને 9 વિકેટે મેચ જીતી લીધી.
આરસીબીનો 9 વિકેટે વિજય થયો હતો
ગુજરાત ટાઇટન્સે આપેલા 201 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સારી શરૂઆત કરી હતી. પરંતુ, પાવર પ્લેમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 12 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ, આ પછી વિરાટ કોહલી અને વિલ જેક્સ વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 166 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે RCBએ માત્ર 16 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું અને 9 વિકેટે શાનદાર વિજય મેળવ્યો.
https://twitter.com/IPL/status/1784575863297831027
આ મેચમાં વિરાટ કોહલીએ 44 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. જ્યારે વિલ જેક્સે 41 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 સિક્સ અને 5 ફોર ફટકારી હતી.
ગુજરાત ટાઇટન્સ સામે બનાવ્યો શાનદાર રેકોર્ડ
વિરાટ કોહલી અને વિલ જેક્સ વચ્ચે બીજી વિકેટ માટે 166 રનની ભાગીદારી થઈ હતી. આ સાથે આ જોડીએ ઈતિહાસ રચ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામે વિરાટ અને જેક્સે કરેલી આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ગુજરાત સામે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ સંજુ સેમસન અને રિયાન પરાગના નામે હતો. જ્યારે હવે આ મહાન રેકોર્ડ વિરાટ અને વિલ જેક્સના નામે નોંધાઈ ગયો છે.
https://twitter.com/IPL/status/1784576336432120181
ગુજરાતને 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ગુજરાતની ઇનિંગ્સની વાત કરીએ તો ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. ગુજરાત માટે સૌથી મહત્વની ઈનિંગ સાંઈ સુદર્શને રમી હતી, જે 49 બોલમાં 84 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. તેના સિવાય શાહરૂખ ખાને પણ શાનદાર બેટિંગ કરી અને 30 બોલમાં 58 રનની ઇનિંગ રમી. આ બે સિવાય રિદ્ધિમાન સાહાએ 5, શુભમન ગિલ 16 અને ડેવિડ મિલરે 26* રન બનાવ્યા હતા.