ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને તેની ગર્લફ્રેંડ બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્મા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ બંને લોકો પોતાની રિલેશનશીપ અંગે ક્યારેય સ્પષ્ટ વાત જાહેરમાં કરતા નથી. પરંતુ હાલમાં બંનેનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને કહી શકાય કે વિરાટ અને અનુષ્કા બંને એક જ ડૉક્ટર પાસે જ ટ્રીમેન્ટ કરાવે છે.
એક્યુપંક્ચર થેરપી કરવા માટે જાણીતા ડૉક્ટર જુલ ગમડિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેના ફોટો શેર કર્યો છે. પહેલા ફોટામાં ડૉ ગમડિયા સાથે અનુષ્કા શર્મા સાથે દેખાય છે. તો બીજા ફોટામાં વિરાટ કોહલી સાથે જોવા મળે છે. આ પહેલા ડૉક્ટર જુલ ગમડિયા કેટરિના કૈફ અને જેક્વેલિન ફર્નાન્ડિઝ સાથેનો ફોટો પોતાના ઇંસ્ટેગ્રામમાં પણ શેર કર્યો હતો.
ડૉ. ગમડિયાએ જ્યારથી અનુષ્કા અને વિરાટના ફોટા શેર કર્યા છે ત્યારથી તેમના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યામાં દિવસને દિવસે વધારો થઇ રહ્યો છે. વિરાટ સાથેના ડો. ગમડિયાના ફોટાના 2700થી વધુ લોકોએ લાઈક કર્યો છે. વિરાટ ડૉ ગમડિયાને સારો ફ્રેન્ડ માને છે. મળતી માહિતી મુજબ અનુષ્કાએ જ વિરાટને તેમની ટ્રીટમેન્ટ લેવા જણાવ્યું હતુ.