અમદાવાદ : શ્રીલંકા સામેની ટી20 સીરીઝમાં ભારતીય ઓપનર રોહીત શર્મા અને લોકેશ રાહુલે સારૂ પ્રદર્શન કરી ICC ટી20 બેટ્સમેન રેકિંગમાં મોટી છલાંગ લગાવી છે. તો વિરાટ કોહલી અને બુમ બુમ બુમરાહે ટી20 રેકિંગમાં ટોચનું સ્થાન ગુમાવવું પડ્યું છે. ઉપરાંત રોહિત શર્માની સુકાની પદ હેઠળ ટીમ ઇન્ડિયાએ ટી20 સીરીઝ 3-0 થી જીતીને આઇસીસી ટીમ રેકિંગમાં બીજા સ્થાને પહોચ્યી છે. ભારત 121 પોઇન્ટ સાથે બીજા અને 124 પોઇન્ટ સાથે પાકિસ્તાન પહેલા સ્થાને છે.
એરોન ફિંચે છીનવ્યો કોહલીનો નંબર 1નો તાજ
ટી20 રેંન્કિંગમાં હવે વિરાટ ત્રીજા સ્થાને સરકી ગયો છે. તે શ્રીલંકા સામેની સીરીઝ ન રમી શક્યો તેનાથી ઓસ્ટ્રિલયાના એરોન ફિન્ચને ફાયદો મળ્યો છે. ફિન્ચ હવે નંબર 1 ટી20 બેટ્સમેન બની ગયો છે. ત્યારબાદ બીજા નંબરે વેસ્ટઈન્ડિઝનો ઈવિન લુઈસ છે. જોકે, કોહલી અને ફિન્ચ વચ્ચે માત્ર 8 જ પોઈન્ટનું નજીવું અંતર છે.
ઇમાદ વસીમે છીનવ્યો બુમરાહનો નંબર વનનો તાજ
બોલિંગ રેન્કિંગમાં પણ ભારતીય બોલર જસપ્રીત બુમરાહને બે સ્થાનનું નુકસાન થતાં નંબર વનનું સ્થાન ગુમાવી ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. જેનો ફાયદો પાકિસ્તાનના સ્પિનર ઇમાદ વસીમ અને અફઘાનિસ્તાનના રશીદ ખાનને થયો છે. વસીમ એક સ્થાનના ફાયદા સાથે ફરી નંબર વન બની ગયો છે. આ પહેલાં તે ગત ચોથી નવેમ્બરે પણ નંબર વના સ્થાને પહોંચ્યો હતો. રશીદ ખાન એક સ્થાનના ફાયદા સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમાંકે પહોંચ્યો છે. અન્ય ભારતીય બોલરોમાં યુઝવેન્દ્ર ચહલ કે જેણે શ્રીલંકા સામેની બે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી તે આઠ સ્થાનના ફાયદા સાથે ૧૬મા ક્રમે પહોંચી ગયો છે જ્યારે ર્હાિદક પંડયાને ૪૦ સ્થાનનો ફાયદો થતાં ૩૯મા ક્રમે પહોંચ્યો છે. કુલદીપ યાદવને પણ ૪૮ સ્થાનનો ફાયદો થતાં ૬૪મા ક્રમે પહોંચ્યો છે.
રાહુલે 3 મેચોમાં બનાવ્યા 154 રન તો રોહીતે બનાવ્યા 162 રન
નિયમ અનુસાર, ખેલાડીએ એક મેચ ન રમાવાને કારણે પોતાના રેટિંગના બે ટકા પૉઈન્ટ ગુમાવવા પડે છે એટલે કોહલીના રેટિંગ પૉઈન્ટ 824થી 776 થઈ ગયા છે. બીજી તરફ ઓપનર કેએલ રાહુલે 3 મેચોમાં 154 રન બનાવવાની સાથે 23 ક્રમાંકની છલાંગ લગાવી ચોથા નંબરે પહોંચી ગયો છે. બીજી તરફ રોહિતે પણ 3 મેચોમાં 162 રન બનાવ્યા, જેનાથી તેને રેન્કિંગમાં 6 સ્થાનનો ફાયદો મળ્યો અને તે હવે 14મા સ્થાને પહોંચી ગયો છે.
બોલર્સની વાત કરીએ તો ભારતીય સ્પિનર યઝુવેન્દ્ર ચહલને સીરીઝમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે. શ્રેણીમાં 8 વિકેટ ઝડપવાની સાથે તે 14 સ્થાનની છલાંગ મારી 16મા ક્રમે પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ 40 ક્રમનો લાંબો કુદકો માર્યો છે અને હવે તે સંયુક્તપણે 39મા સ્થાને છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવ 48 ક્રમના ફાયદા સાથે 64મા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ જસપ્રીત બુમરાહને પ્રથમ બે મેચોમાં વિકેટ ન મળી જ્યારે ત્રીજી મેચમાં તે રમ્યો નહીં, આ કારણે તે હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે.