ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ આજે અહીં વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં સૌથી ઝડપી 20 હજાર ઇન્ટરનેશનલ રન પુરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીઍ આ મેચમાં જેવા પોતાની ઇનિંગના 37 રન પુરા કર્યા તેની સાથે જ તે 20 હજારી બન્યો હતો. વિરાટે આ સાથે સચિન તેંદુલકર અને બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
વિરાટ કોહલીઍ 20 હજાર રન પુરા કરવા માટે કુલ 417 ઇનિંગ લીધી છે, જ્યારે સચિન અને લારાઍ આ આંકડા પર પહોંચવા માટે 453 ઇનિંગ લીધી હતી. મતલબ કે વિરાટે આ બંને દિગ્ગજ કરતાં 36 ઇનિંગ ઓછી લીધી છે. અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા વિરાટના નામે 19896 રન હતા અને તે સમયે તેને 104 રન ખુટતા હતા. ઍ મેચમાં વિરાટ 67 રન કરીને આઉટ થયો હતો. આજની મેચ પહેલા તેને 37 રનની જરૂર હતી અને તેણે 25મી ઓવરના ચોથા બોલે 1 રન લઇને ઍ આંકડો પુરો કર્યો હતો. વિરાટ આ આંકડે પહોંચનારો ત્રીજો ભારતીય અને વિશ્વનો 7મો બેટ્સમેન છે. તેના પહેલા સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ 20 હજારી બની ચુક્યા છે.
સૌથી ઓછી ઇનિંગમાં ૨૦ હજારી બનનારા ખેલાડીઓ
ખેલાડી દેશ ઇનિંગ
વિરાટ કોહલી ભારત 417
સચિન તેંદુલકર ભારત 453
બ્રાયન લારા વેસ્ટઇન્ડિઝ 453
રિકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા 464
ઍબી ડિવિલિયર્સ દક્ષિણ આફ્રિકા 483
જેક કાલિસ દક્ષિણ આફ્રિકા 491
રાહુલ દ્રવિડ ભારત 492
ભારત વતી સર્વાધિક ઇન્ટરનેશનલ રન કરનારા ખેલાડીઓ
ખેલાડી કુલ રન
સચિન તેંદુલકર 34,357
રાહુલ દ્રવિડ 24,208
વિરાટ કોહલી 20035
સૌરવ ગાંગુલી 18,575
વિરેન્દ્ર સેહવાગ 17,253