નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં તેમની હારના કારણો પર વિચાર કરી રહી છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ હારને ભૂલીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, યુ.એસ.ની સોશ્યલ મીડિયા માર્કેટિંગ ફર્મ ઓપેન્ડોર્સ અનુસાર વિરાટ કોહલી એક ટ્વીટના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ટોચની યાદીમાં પાંચમા ક્રમે છે.
આ જ યાદીમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ ટોચ પર છે. તેઓએ એક ટ્વીટ પર 8,68,604 ડોલર એટલે કે 6.24 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમના પછી, બીજો ક્રમ સ્પેનનો બાર્સિલોના સ્ટાર ફૂટબોલર આન્દ્રેસ ઇનિયેસ્ટા છે, જેણે 5,90,825 ડોલર એટલે કે 4.25 કરોડની કમાણી કરી છે.
બ્રાઝિલના ફૂટબોલર સ્ટાર નેમાર ત્રીજા સ્થાને છે. નેમાર એક ટ્વિટ દ્વારા 4,78,138 (3.44 કરોડ રૂપિયા) ની કમાણી કરી રહ્યો છે. આ પછી, અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સે ચોથું સ્થાન મેળવ્યું છે, જેણે એક ટ્વિટ દ્વારા 4,70,356 ડોલર એટલે કે 3.38 કરોડની કમાણી કરી છે. જયારે વિરાટ કોહલી આ યાદીમાં પાંચમાં ક્રમે છે. તે એક ટ્વીટમાંથી 2.5 કરોડની કમાણી કરે છે.