આઇસીસી દ્વારા રવિવારે જાહેર કરાયેલા વનડે રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ બેટિંગમાં જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહે બોલર્સમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સિવાય ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ નજીવા અંતર સાથે દક્ષિણ આફ્રિકાને નીચે હડસેલી ત્રીજા ક્રમે પહોંચી છે. ભારતીય ટીમ સામે વનડે સિરીઝ વિજેતા થયેલા ઓસ્ટ્રેલિયન ટીમે ઍક ક્રમ ઉપર ચઢીને પાંચમા સ્થાને પહોંચી છે, જ્યારે પાકિસ્તાન ઍક ક્રમ નીચે ઉતર્યુ છે.
આઇસીસી વન ડે ટીમ રેન્કિંગ ટોપ ટેન
[table id=9 /]
ઓસ્ટ્રેલિયા સામેની હાલની સિરીઝમાં ૩૧૦ રન કરનારા કેપ્ટન કોહલી પહેલા સ્થાને યથાવત છે, તો તેનો ડેપ્યુટી રોહિત શર્મા આ સિરીઝમાં ૨૦૨ રન કરીને બીજા સ્થાને રહ્યો છે. રોહિતનો ઓપનીંગ પાર્ટનર શિખર ધવન જાકે ટોપ ટેનમાંથી આઉટ થઇ ગયો છે. આ સિવાય ઓલરાઉન્ડર કેદાર જાદવે ૧૧ ક્રમનો કુદકો મારીને પોતાની કેરિયર બેસ્ટ રેન્કિંગ ૨૪માં ક્રમે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ક્વિન્ટોન ડિ કોકે શ્રીલંકા સામેની સિરીઝમાં સારા પ્રદર્શનને પગલે પોતાના રેન્કિંગમાં ચાર ક્રમનો સુધારો કરીને ચોથા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે ન્યુઝીલેન્ડના રોસ ટેલરે પોતાનું ત્રીજુ સ્થાન જાળવી રાખ્યું છે.
વનડે રેન્કિંગ ટોપ ટેન બેટ્સમેન
[table id=11 /]
જસપ્રીત બુમરાહે ૭૭૪ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ન્યુઝીલેન્ડનો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે અફઘાનિસ્તાનના રાશિદ ખાનને નીચે હડસેલીને બીજા સ્થાને પહોંચી ગયો છે. રાશિદ ત્રીજા સ્થાને છે તો ઇમરાન તાહિર ૭ ક્રમનો સુધારે કરીને ચોથા ક્રમે પહોંચ્યો છે. ભારતનો કુલદીપ યાદવ છઠ્ઠા તો યજુવેન્દ્ર ચહલ ૮માં ક્રમે ઉતરી ગયા છે. ઓલરાઉન્ડર્સના રેન્કિંગમાં રાશિદ ખાને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઓલરાઉન્ડર્સ રેન્કિંગના ટોપ ફાઇવમાં ઍક પણ ભારતીય નથી.
વનડે રેન્કિંગ ટોપ ટેન બોલર્સ
[table id=12 /]