આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વન-ડે મેચમાં ભારતે ખરાબ શરૂઆત કર્યા બાદ સુકાની વિરાટ કોહલી મેદાન પર આવ્યા બાદ ઇનીંગ સંભાળી હતી અને ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોચાડી હતી. તો વિરાટ કોહલી પોતાની વન-ડે કારકિર્દીની 200મી વન-ડે રમી રહ્યો છે અને પોતાની 200મી વન-ડેમાં સદી ફટકારીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલી વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે કે જેણે પોતાની 200મી વન-ડેમાં સદી ફટકારી હોય. આ પહેલા સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સે પોતાની 200મી વન-ડેમાં સદી ફટકારી હતી. તો હવે બીજી તરફ વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવામાં રીકિ પોન્ટિંગના 30 સદીનો રેકોર્ડ તોડી આગળ નિકળી ગયો છે અને કોહલીએ 31મી સદી ફટકારી હતી.
આ પહેલા ટોસ જીતી બેટીંગ કરતા ભારતે સસ્તામાં પહેલી ત્રણ વિકેટ પડી ગઇ હતી. જેમાં શિખર ધવન 12 બોલમાં 1 ચોગ્ગાની સાથે 9 રન, રોહીત શર્મા 18 બોલમાં 2 છગ્ગાની મદદથી 20 રન અને ત્યાર બાદ કેદાર જાધવ 25 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 12 રન કરી શક્યા હતા. તો ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેંટ બોલ્ટે 2 વિકેટ, મિશેલ સેંટનર અને ટીમ સાઉદીએ 1-1 વિકેટ ઝડપી હતી.