નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વિસ્ડને દશકના તેના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં સામેલ કર્યો છે. કોહલી સિવાયના સ્ટીવ સ્મિથ, ડેલ સ્ટેન, એબી ડિવિલિયર્સ અને ઇલાઇઝ પેરીના નામ સામેલ છે. વિસ્ડને વિરાટની પ્રશંસા કરી છે. આ ઉપરાંત વિરાટ વિસ્ડનની ટેસ્ટ અને વનડે ટીમમાં સામેલ થઇ ચુક્યો છે.
શું કહ્યું વિસ્ડને
વિસ્ડને વિરાટ કોહલી વિશે કહ્યું કે, “તેમની ખાસિયત પડકારો હવા છતાં આગળ વધતા રહેવાની છે. 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર અને કોલકાતામાં આ વર્ષે બાંગ્લાદેશની સામે બીજી ટેસ્ટની વચ્ચે વિરાટે 63ની સરેરાશ સાથે 21 સદી અને 13 અર્ધ સદી (હાફ સેનચૂરી) ફટકારી છે.”
વિરાટ એકમાત્ર આવો બેટ્સમેન
વિસ્ડને વધુમાં કહ્યું, “વિરાટ એકમાત્ર બેટ્સમેન છે, જે 50થી વધુ સરેરાશના આંકડા સાથે છે. જ્યાં સ્ટીવ સ્મિથે પણ તાજેતરમાં કહ્યું હતું કે, તેની (વિરાટ) જેવું કોઈ નથી. સચિનનું રીટાઈર થઈ જવું અને ધોનીના ધીમે – ધીમે પાછળ હટ્યા બાદ દુનિયાનો કોઈપણ ક્રિકેટર રોજના આવા પ્રેશરમાં કામ કરી શક્યો નથી.”