ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જ્યારે શનિવારે લોડેરહિલ ખાતે વેસ્ટઇન્ડિઝ સામે પહેલી ટી-20 રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેની પાસે ટી-20માં સવાર્ધિક રન કરનારા ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા પછી બીજા ક્રમે પહોંચવાની તક હશે. વિરાટને બીજા ક્રમે બેઠેલા ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્તિલનેઓવરટેક કરવામાં માત્ર 10 રન ખુટે છે. વિરાટ કોહલીઍ 67 મેચમાં 2263 રન બનાવ્યા છે. જ્યારે ગપ્તિલે 76 મેચમાં 2272 રન બનાવ્યા છે. રોહિત શર્મા 94 મેચમાં 2331 રન સાથે પહેલા ક્રમે છે.
ટી-૨૦ ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારા ટોપ ફાઇવ બેટ્સમેન
ખેલાડી દેશ મેચ ઇનિંગ રન સર્વોચ્ચ સદી અર્ધસદી
રોહિત શર્મા ભારત 94 86 2331 118 4 16
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 76 74 2272 105 2 14
વિરાટ કોહલી ભારત 67 62 2263 90* 0 20
શોઍબ મલિક પાકિસ્તાન 111 104 2263 75 0 7
બ્રેન્ડન મેકયુલમ ન્યુઝીલેન્ડ 71 70 2140 123 2 13