દક્ષિણ આફ્રિકા સામે મોહાલીના પીસીએ સ્ટેડિયમ પર રમાયેલી બીજી ટી-20માં 72 રનની નોટઆઉટ ઇનિંગ રમવાની સાથે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માને ઓવરટેક કરીને ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારો બેટ્સમેન બન્યો હતો.
ટી-20 ઇન્ટરનેશનલમાં વિરાટ કોહલીના નામે હવે 71 ટી-20માં 2441 રન બોલે છે, જ્યારે રોહિત શર્માના નામે 97 મેચમાં 2434 રન છે. ત્રીજા ક્રમે ન્યુઝીલેન્ડનો ઓપનર માર્ટિન ગપ્તિલ છે, જેણે 78 મેચમાં 2283 રન બનાવ્યા છે. તો પાકિસ્તાનનો શોએબ મલિક 111 મેચમાં 2263 રન સાથે ચોથા ક્રમે છે. ટી-20 ઇન્ટરનેશનલમાં રન કરવા મામલે ટોચના સ્થાને બેઠેલો વિરાટ એવરેજની દૃષ્ટિએ પણ સૌથી આગળ હોવાની સાથે જ અર્ધસદી ફટકારવા મામલે પણ પહેલા ક્રમે છે, જો કે તેણે ટી-20માં એકપણ સદી ફટકારી નથી. જ્યારે રોહિતે આ ફોર્મેટમાં સર્વાધિક 4 સદી ફટકારી છે. ગપ્તિલ અને મેક્કલમે 2-2 સદી ફટકારી છે.
ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારા ખેલાડીઓ
ખેલાડી દેશ મેચ રન એવરેજ સર્વોચ્ચ સદી અર્ધસદી
વિરાટ કોહલી ભારત 71 2441 50.85 90* 0 22
રોહિત શર્મા ભારત 97 2434 32.45 118 4 17
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 78 2283 33.57 105 2 14
શોએબ મલિક પાકિસ્તાન 111 2263 30.58 75 0 07
બ્રેન્ડન મેક્કલમ ન્યુઝીલેન્ડ 71 2140 35.66 123 2 13