મુંબઈ : વિરાટ કોહલી મંગળવારે 14 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પ્રથમ વનડે મેચમાં સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડની બરાબરી કરી શકે છે. જો કોહલી ભારતમાં વધુ એક સદી ફટકારે તો તે તેંડુલકરની બરાબર ઘરમાં (દેશમાં) સદી ફટકારનાર બેટ્સમેન બનશે.
વનડેમાં 49 સદી ફટકારનારા તેંડુલકરે ભારતમાં 20 સદી ફટકારી છે. કોહલીએ અત્યાર સુધી પોતાના ઘરે 19 સદી ફટકારી છે. કોહલી રમી રહ્યો છે ત્યારથી તે સતત રન બનાવી રહ્યો છે. તાજેતરમાં જ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપથી 11,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ આજે 14 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. સિરીઝની પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયા પર દબાણ રહેશે. ગયા વર્ષે માર્ચ 2019 માં, ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે પાંચ મેચની વનડે સિરીઝમાં 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.