લંડન: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વિજડન અલમેનાકએ 2010 વાળા દશકનો સર્વેશ્રેષ્ટ ક્રિકેટર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 32 વર્ષના કોહલીને ઓગસ્ટ 2008માં શ્રીલંકા સામેની મેચમાં ડેબ્યું કર્યું હતું.
અત્યાર સુધીના સર્વશ્રેષ્ટ બેસ્ટમેનમાં વિરાટ કોહલીએ 254 વન-ડેમાં 12 હજાર 169 રન બનાવ્યા છે. વિજડન અલમેનાકે કહ્યું કે, આંતરાષ્ટ્રીય ક્રિકેટની 50મી વર્ષગાંઠ પર દરેક દશકના સર્વશ્રેષ્ટ પાંચ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે.
વિજડન અલમેનાકએ તેમની વેબસાઇટ પર કહ્યું કે 1971થી 2021 વચ્ચેના દરેક દશકના સર્વેશ્રેષ્ટ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે કોહલી 2010 વાળા દશક માટે પસંદગી કરવામાં આવી છે. વિશ્વકપ 2011ની વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલા વિરાટ કોહલીએ દસ વર્ષમાં 11 હજાર કરતા પણ વધુ રન બનાવ્યા છે જેમાં 42 સદીનો પણ સમાવેશ થાય છે.
મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને કપિલ દેવને પણ મોટું સન્માન મળ્યું છે. સચિનને 90 ના દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 1998માં તેણે નવ વનડે સદી ફટકારી હતી. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવને 80 ના દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કપિલની અધ્યક્ષતા હેઠળ ભારતે 1983નો વર્લ્ડ કપ જીત્યો. તે દાયકામાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી અને સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી એક હજારથી વધુ રન બનાવ્યા હતા.
સ્ટોક્સને સતત બીજા વર્ષે વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો. તેણે ગયા વર્ષે 58 મેચમાં 641 ટેસ્ટ રન બનાવ્યા હતા જ્યારે 19 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના બેથ મૂનીને શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને વેસ્ટ ઇન્ડીઝના કિયરન પોલાર્ડને શ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.