ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમની વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ મુંબઇના વનખેડેમાં આજે (રવિવારે) રમાશે. આ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની કરિયરની 200મી વન ડે મેચ હશે. તેણે અત્યાર સુધીમાં 199 વનડેમાં 55.13ની અવરેજથી 30 સેન્ચુરી અને 45 હાફ સેન્ચુરીની મદદથી 8767 રન કર્યા છે, કોહલીનો બેસ્ટ સ્કોર 183 રન છે.
199 મેચ પછી સૌથી વધારે રન:
199 મેચ પછી વિરાટ (8767) સૌથી વધારે રન કરનાર બેટ્સમેન છે, તેમના પછી સાઉથ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સના (8520) રન, જ્યારે સચિનના 200 મેચમાં 7305 રન હતા.
વનડેમાં ભારતનો સફળ કેપ્ટન:
વિરાટ કોહલી સૌથી ઓછી મેચમાં વધુ જીત મેળવવાના મામલામાં સૌથી સફળ કેપ્ટન છે. તેની કેપ્ટન્સીમાં ભારતે 40 વનડે રમી, જેમાંથી 31 વખત જીત મળી જ્યારે 8 મેચમાં હાર મળી હતી. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 199 મેચમાં 110 મેચમાં જીત મેળવી છે.
199 મેચમાં સૌથી વધારે સેન્ચુરી:
199 મેચ રમ્યા પછી સેન્ચુરીની વાત કરીએ તો તેમાં પણ વિરાટ કોહલી સૌથી આગળ છે. તેના નામ પર અત્યાર સુધી 30 સેન્ચુરી છે, જ્યારે એબી ડી વિલિયર્સના નામે 24, ક્રિસ ગેલના નામે 19 અને સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ 199 મેચમાં 18-18 સેન્ચુરી કરી છે.
આ મામલામાં પણ છે નંબર 1:
199 મેચની અવરેજની વાત કરવામાં આવે તો વિરાટ નંબર 1 છે. હાલમાં તે 55.13ની અવરેજથી રન કરી રહ્યો છે, જ્યારે બીજા સ્થાન પર પૂર્વ ઑસ્ટ્રેલિયાઇ બેટ્સમેન માઇકલ બેવન છે. તેણે 54.80ની અવરેજથી 6-028 રન કર્યા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર એબી ડી વિલિયર્સ છે, જેની રન કરવાની અવરેજ 54.56 છે.
સેન્ચુરીના મામલામાં બીજા નંબર પર:
ઇન્ટરનેશનલ વનડેમાં સૌથી વધારે સેન્ચુરી લગાવવાના મામલામાં વિરાટ ઑસ્ટ્રેલિયાઇ કેપ્ટન રિકી પોન્ટિંગની સાથે બીજા નંબર પર છે. બંનેએ 30-30 સેન્ચુરી છે. આ મામલામાં વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમણે 49 સેન્ચુરી કરી છે.