નવી દિલ્હી : ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન-આઇડિયા (Vi) આગામી ડ્રીમ 11 આઈપીએલ 2020 ની સહ-પ્રાયોજક બની છે. આઈપીએલ 2020 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થવા જઈ રહી છે. 12 સપ્ટેમ્બર, શનિવારે કંપનીએ એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી છે.
વોડાફોન અને આઈડિયાની આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અગાઉ થોડી એન્ગેજમેન્ટ રહી હતી. પરંતુ આ પહેલી વાર છે જ્યારે વોડાફોન આઇડિયાએ ઓગસ્ટ 2018 માં તેના મર્જર પછી પ્રાયોજક ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપની હવે ‘Vi’ નામના બ્રાન્ડ નામથી કાર્યરત છે.
Viને ટી -20 પ્રીમિયર લીગના લાઇવ બ્રોડકાસ્ટ માટે સહ-પ્રાયોજક (કો- સ્પોન્સર) અધિકાર મળ્યા છે. ડ્રીમ 11 આઈપીએલ 2020 આ વર્ષે અબુધાબી યુએઈમાં યોજાશે. આ ટેલિકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ડ્રીમ 11 એ આઈપીએલ 2020 ની સ્પોન્સરશિપ 222 કરોડમાં જીતી હતી. કારણ કે આ પહેલા ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદને કારણે વિવોને સ્પોન્સરશિપથી હટાવવામાં આવી છે.
આ ક્ષણે Viએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેના સહ-પ્રાયોજક સોદાથી સંબંધિત નાણાકીય ડેટાનો ઉલ્લેખ કર્યો નથી. 7 સપ્ટેમ્બર, સોમવારે, વોડાફોન આઈડિયાએ ભારતમાં તેની નવી બ્રાન્ડ ઓળખ શરૂ કરી.
કંપનીએ સોવમારે જાહેરાત કરી હતી કે તે હવે Vi જૂનના આંકડા મુજબ, ભારતમાં કંપનીના લગભગ 280 મિલિયન સબસ્ક્રાઈબર છે.