પાકિસ્તાનનો યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શનિવારે આ જાણકારી આપી. આફ્રિદી ઘૂંટણની ઈજાને કારણે આગામી એશિયા કપ અને ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણીમાં ભાગ લેશે નહીં, જેના કારણે ટીમની આશાઓને ફટકો પડ્યો છે.
આ પહેલા ભારતના બે અગ્રણી બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. આ સાથે જ ટૂર્નામેન્ટ શરૂ થવાના એક સપ્તાહ પહેલા આફ્રિદી ઘાયલ થતાં પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, ભૂતપૂર્વ પાકિસ્તાની દિગ્ગજ વકાર યુનિસનું માનવું છે કે એશિયા કપમાં આફ્રિદીની ગેરહાજરીથી ભારતીય ટોપ ઓર્ડરને રાહત મળી હશે. તેના દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટ પર ચાહકોએ તેના પર આકરા પ્રહારો કર્યા છે અને હવે આ ચર્ચામાં ભારતના દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણ પણ કૂદી પડ્યા છે.
ઈરફાન પઠાણે ટ્વીટ કરીને લખ્યું છે કે બુમરાહ અને પટેલની ગેરહાજરી વિરોધી ટીમોને રાહત આપશે. પઠાણે ટ્વીટ કરીને લખ્યું, “અન્ય ટીમો માટે રાહતની વાત છે કે બુમરાહ અને હર્ષલ આ એશિયા કપમાં નથી રમી રહ્યા!
બોર્ડે કહ્યું કે શાહીન ટી20 એશિયા કપ અને ઈંગ્લેન્ડ સામેની સાત મેચની ટી20 ઘરઆંગણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડમાં ત્રિકોણીય શ્રેણી યોજાવાની છે ત્યારે ઓક્ટોબર સુધીમાં તે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરશે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમાશે.
It’s a relief of other teams that Bumrah and Harshal aren’t playing this Asia cup!
— Irfan Pathan (@IrfanPathan) August 21, 2022
શાહીનને ગયા મહિને ગાલેમાં શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. દુબઈમાં યોજાનાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 28 ઓગસ્ટે આમને સામને થશે.
Shaheen’s injury Big relief for the Indian top order batsmen. Sad we won’t be seeing him in #AsiaCup2022 Get fit soon Champ @iShaheenAfridi pic.twitter.com/Fosph7yVHs
— Waqar Younis (@waqyounis99) August 20, 2022
પીસીબીએ જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “નવા સ્કેન અને રિપોર્ટ્સ પછી, શાહીન શાહ આફ્રિદીને પીસીબી મેડિકલ કન્સલ્ટેટિવ કમિટી અને સ્વતંત્ર નિષ્ણાતોએ 4-6 અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપી છે. આનો અર્થ એ છે કે શાહીન ACC T20 એશિયા કપ અને ઈંગ્લેન્ડમાં તેણે તેની સામેની હોમ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.