નવી દિલ્હી : શુક્રવારથી જ્યારે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ ઇલેવન સામેની ત્રણ દિવસીય વોર્મ-અપ રમતમાં પ્રવેશ કરશે, ત્યારે દરેકની નજર ઓપનર જોડી અને સ્પિનરો પર રહેશે. વન ડે સિરીઝમાં 0-3 ક્લિન સ્વીપ બાદ, આ પ્રેક્ટિસ મેચ વિરાટ કોહલીની ટીમ માટે આવતા અઠવાડિયાથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝ પહેલા મહત્વપૂર્ણ છે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 3:30 કલાકે શરૂ થશે.
ભારત આનાથી સારી પ્રેક્ટિસ મેચની અપેક્ષા કરી શકતું ન હતું. કારણ કે, વિરોધી ટીમ ન્યૂઝીલેન્ડના ઘણા સિનિયરો અને એ ટીમના ખેલાડીઓએ લેગ સ્પિનર ઇશ સોઢી, ઓલરાઉન્ડર જિમ્મી નીશામ અને વિકેટકીપર ટિમ સિફેર્ટ સામેલ છે.
A long walk by the Blue Springs and a whole lot of fun with the team mates, that's how #TeamIndia spent the day off ahead of the Test series. pic.twitter.com/TPmIisqW8v
— BCCI (@BCCI) February 13, 2020