લોર્ડસ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની મેચમાં ડેવિડ વોર્નર અને ઍરોન ફિન્ચની ઓસ્ટ્રેલિયન ઓપનીંગ જોડીઍ સતત 5 મેચમાં 50 કે તેના કરતાં વધુ રનની ભાગીદારી કરીને ઇતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપના 44 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ઓપનીંગ જોડીઍ સતત 5 મેચમાં 50 કે તેના કરતાં વધુ રનની ભાગીદારી કરી છે. આ પહેલા રમાયેલા વર્લ્ડ કપમાં 4 અલગઅલગ દેશની ઓપનીંગ જોડીઓઍ ૫૦ કે તેનાથી વધુ રનની ભાગીદારી વધુમાં વધુ 4 વાર કરી છે.
માર્ક વો અને રિકી પોન્ટીંગના નામે જો કે વર્લ્ડ કપમાં સતત સાત વાર 50 કે તેનાથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ છે પણ તે બીજી વિકેટ માટેનો છે. આ બંનેઍ 1996 અને 1999ના વર્લ્ડ કપમાં બે વાર સતત 7 મેચમાં 50 કે તેનાથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ કર્યો છે.
વર્લ્ડ કપમાં સતત 50 પ્લસ રનની ઓપનીંગ ભાગીદારી
જાડીદારો વર્ષ કેટલીવાર
વોર્નર-ફિન્ચ 2019 5
ફલાવર-ટેવરે 1983 4
બૂન-માર્શ 1987-92 4
સોહેલ-અનવર 1996 4
ગિલક્રિસ્ટ-હેડન 2003-07 4