Wasim Jaffer Response: ભારતની હાર બાદ માઈકલ વોન અને વસીમ જાફર વચ્ચે સોશિયલ મીડિયા પર મજાકિય ટકરાવ જોવા મળ્યો
Wasim Jaffer Response: ઇંગ્લેન્ડ સામે લીડ્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર બાદ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઈકલ વોને ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફર પર મજાકીય રીતે તીખો તીર છોડી દીધો. જો કે, રમુજી ટિપ્પણીઓ માટે જાણીતા વસીમ જાફરે પણ ચોખ્ખો જવાબ આપ્યો અને બંને વચ્ચે સોશિયલ મીડિયા પર મૈત્રીપૂર્ણ ચટાકેદાર ટકરાવ જોવા મળ્યો.
ઇંગ્લેન્ડે ભારતને પાંચ વિકેટે હરાવ્યું અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. ભારતીય ટીમ તરફથી ત્રણ બેટ્સમેનો—શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે સદી ફટકારી હતી. આટલી સદી હોવા છતાં પણ ભારત મેચ હારી ગયો, જેનો માઈકલ વોને તરત જ લાભ લીધો.
Evening @WasimJaffer14 .. Hope you are ok .. #1-0
— Michael Vaughan (@MichaelVaughan) June 24, 2025
માઈકલ વોએ “શામ વસીમ જાફર, આશા છે કે તું ઠીક હશે. 1-0,” એવી ટ્વિટ કરી. તેના જવાબમાં વસીમ જાફરે વોનનો જૂનો ફોટો શેર કર્યો જેમાં તે ભારતની બેટિંગથી આશ્ચર્યચકિત જણાઈ રહ્યો છે. કેપ્શનમાં લખ્યું, “મને ખુશી છે કે યુવા ભારતીય ટીમે તમને પરેશાન કર્યું. વિજયનો આનંદ માણો માઈકલ, અમે પાછા આવિશુ.”
વોન અહીં અટક્યો નહિ. તેણે જવાબ આપતા લખ્યું: “હવે 4-0 પણ થઈ શકે છે વસીમ.”
Happy that a young Indian team got you worried like this. Enjoy the win Michael, we’ll be back. #ENGvIND https://t.co/8bxwlt72bv pic.twitter.com/1elqNXVgxV
— Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2025
પ્રથમ ટેસ્ટમાં ભારતે મજબૂત બેટિંગ દેખાડ્યું છતાં ફિલ્ડિંગની ભૂલો, નીચલા ક્રમના બેટ્સમેનનો યોગદાનના અભાવ અને થાકેલી બોલિંગના કારણે હારનો સામનો કરવો પડ્યો. ઋષભ પંતે બંને ઇનિંગમાં સદી ફટકારવા છતાં વિકેટ પાછળ ઘણી ભૂલો કરી. ઇંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટે 149 રન ફટકારીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો.
હવે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે અને ભારતીય ટીમ માટે ‘કમબેક’ કરવાનો મોકો હશે.